યાત્રાધામ વડતાલ મંદિરના સંતો, પાર્ષદો અને બ્રહ્મચારીઓ લોકસભા ચૂંટણીમાં મતદાન કરવા ઉમટી પડ્યા હતા, લોકશાહીમાં મતદાન કરવું એ દરેક નાગરિકનો“ મૂળભૂત અધિકાર અને નૈતિક ફરજ છે.
વડતાલ પ્રાથમિક શાળા બુથ-૧માં કુલ ૧૦૧૦ મતદારો નોંધાયેલા છે તે તેમાં ત્યાગી મતદારોનો પણ સમાવેશ થાય છે. વડતાલ મંદિરના કોઠારી ડૉ.સંત સ્વામી, ૯૫ વર્ષેના વયોવૃધ્ધ સંત શાસ્ત્રી સ્વામી, ધર્મપ્રસાદદાસજી, શરીરે પરાધિન પણ મતદાન માટે જોમજુસ્સો અકબંધ..! એટલે તો ‘અબકી બાર ૪૦૦ પાર..’ ગોવિંદપ્રસાદ સ્વામીઃ ભાઇ સ્વામીઃ, શ્યામવલ્લભ સ્વામીઃ દેવસ્વરુપ સ્વામી રામ સ્વામીઃ દેવ સ્વામીઃ જગત સ્વામીઃ સંતબાલ સ્વામીઃ પી.પી.સ્વામીઃ કે.પી.સ્વામીઃ જયેન્દ્ર સ્વામીઃ ચંદ્રપ્રકાશ સ્વામીઃ ઘનશ્યામ સ્વામી સાવદાવાળાઃ માનસ સ્વામીઃ ગુણસાગર સ્વામીઃ પૂજારી હરિસ્વરુપાનંદજીઃ ટ્રસ્ટી ઘનશ્યામ ભગતઃ નાનજી ભગતઃ ચંદુ ભગતઃ ભગવાન ભગતઃ દિનેશ ભગતઃ રાજુ ભગતઃ સચિન ભગત સહિતના સંતો મંદિરેથી વાજતે ગાજતે મતદાન મતદાન કેન્દ્ર પર ગયા હતા. સંતોને માર્ગમાં ગૌમાતા મળે છે તેનેે શુકન ગણવામાં હતા, સંતોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું.