ખેડા જીલ્લાના જે પણ નાગરીકો સાયબર ક્રાઇમનો ભોગ બનેલા છે. જે નાગરીકોને મદદ કરવા સારૂ પોલીસ મહાનિરીક્ષક જે.આર. મોથલીયા અમદાવાદ વિભાગ અમદાવાદ તથા ખેડા જીલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા નાઓએ “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત જીલ્લામાં સાયબર ક્રાઇમનો ભોગ બનેલ નાગરિકોને તેમના ગયેલ રૂપીયા પૈકી ફ્રિઝ થયેલ નાણાં પરત અપાવવા માટે ખાસ સુચના આપેલ હતી. જે સુચનાની અમલવારીના ભાગરૂપે નાયબ પોલીસ અધિક્ષક વી.આર.વાજપાઇ, નડીયાદ વિભાગ, નડીયાદનાઓના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી.એસ.બરંડા દ્રારા સાયબર ક્રાઇમની ટીમને જરૂરી સુચનાઓ આપેલ હતી. ખેડા જીલ્લાના નાગરિકો સાથે સાયબર ફ્રોડ થતા તેઓ સાયબર ક્રાઇમ હેલ્પ લાઇન નંબર ૧૯૩૦ ઉપર કોલ કરી પોતાની નોંધાવેલ ફરીયાદ અંતર્ગત સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ ગાંધીનગર દ્વારા અલગ અલગ રાજ્યોની બેંકોના એકાઉન્ટમાં સાયબર ફ્રોડની રકમ ફ્રિઝ કરાવેલ છે. જે રકમ નાગરિકોને રિફંડ અપાવવા માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, ખેડા- નડીયાદ દ્વારા નેશનલ લોક અદાલતમાં કેસ મુકી, ખેડા જીલ્લાના સાયબર ફ્રોડના ભોગ બનેલ નાગરિકો પૈકી કુલ-૫૩ અરજદારોને રૂ. ૩૮,૬૭,૬૧૯/- પરત અપાવવા કોર્ટના હુકમો મેળવી ત્વરિત કામગીરી હાથધરી વિવિધ રાજ્યોની બેન્કોને અત્રેના જીલ્લાના અરજદારોના ખાતામાં નાણા જમા કરવા સુચના આપવામાં આવેલ છે.
નડીઆદ કોમ્યુનિટી હોલ ખાતે “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત નાયબ પોલીસ અધિક્ષક વી.આર. વાજપાઇ, નડીયાદ વિભાગ, નડીયાદ તથા સાયબર ક્રાઇમ પોલીસ ઇન્સપેક્ટર પી.એસ.બરંડા નડીઆદ ટાઉન પોલીસ ઇન્સપેક્ટર એમ.બી.ભરવાડ, તથા નડીઆદ રૂરલ પોલીસ ઇન્સપેક્ટર જે.એચ.વાઘેલા નાઓએ સાયબર કાઇમના ભોગ બનેલ કુલ-૫૩ અરજદારોને રૂ. ૩૮,૬૭,૬૧૯/- પરત અપાવવા કોર્ટ હુકમ મેળવી, કોર્ટ ઓર્ડરની કોપી આપતા ખેડા-જીલ્લા સાયબર ક્રાઇમ પોલીસ હર્ષની લાગણી અનુભવે છે.