Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 21°C

રામેશ્વર તીર્થમાં રાષ્ટ્રનાં વીર સપૂતોને સમર્પિત રામકથા પ્રારંભ કરતાં વિશ્વાનંદ માતાજી

રામેશ્વર તીર્થમાં રાષ્ટ્રનાં વીર સપૂતોને સમર્પિત રામકથા પ્રારંભ કરતાં વિશ્વાનંદ માતાજી

ભારત વર્ષનાં સનાતન સ્થાન રામેશ્વર તીર્થમાં રાષ્ટ્રનાં વીર સપૂતોને સમર્પિત રામકથા પ્રારંભ કરતાં શ્રી વિશ્વાનંદ માતાજીએ શાસ્ત્ર અને સંસ્કૃતિ મહિમા સાથે સમાજની કથા વર્ણવી રહ્યાં છે.

વિશ્વાનંદ માતાજીએ રામકથા પ્રસંગગાન કરતાં તુલસીદાસજીએ સાત કાંડ એ જીવનનાં સાત પગથિયાં ગણાવી શિવ પાર્વતી સંવાદ એટલે શ્રદ્ધા અને વિશ્વાસનો ભાવ જણાવ્યો. આ સાથે જ તેઓએ અંધશ્રધ્ધા સામે પણ હળવી ટકોર કરી.

મીરા મહિલા મંડળ મુંબઈ દ્વારા થયેલ આયોજન મુજબ ભારત વર્ષનાં સનાતન સ્થાન રામેશ્વર તીર્થમાં રાષ્ટ્રનાં વીર સપૂતોને સમર્પિત રામકથા પ્રારંભ કરતાં વિશ્વાનંદ માતાજીએ શાસ્ત્ર અને સંસ્કૃતિ મહિમા સાથે સમાજની કથા વર્ણવી રહ્યાં છે. સાંપ્રત આંતકવાદી ઘટનાઓની નિંદા કરી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય સેના દ્વારા લેવાયેલ પગલાંને બિરદાવેલ.

ગોહિલવાડનાં જાળિયાનાં શિવકુંજ આશ્રમનાં જાણીતા વક્તા વિશ્વાનંદ માતાજી દ્વારા કથા પ્રારંભ અગાઉ સંગીતવૃંદ તથા શ્રોતાઓ સાથે ‘વંદે માતરમ્’ ગાન વંદના અવશ્ય થાય છે, જે નોંધનીય બાબત છે.

કથામાં નંદલાલ જાની તથા મૂકેશકુમાર પંડિત દ્વારા પ્રાસંગિક વાત કરવામાં આવેલ. પૂજન વિધિમાં શાસ્ત્રી અનંતભાઈ ઠાકર સાથે વિશાલભાઈ જાની રહેલ છે.

રાષ્ટ્રનાં વીર સપૂતોને સમર્પિત રામકથામાં પ્રસંગ વર્ણન અને સંકીર્તન લાભ મળી રહ્યો છે. અહીંયા તીર્થ દર્શન સાથે કથા લાભ લેતાં ગુજરાત અને મહારાષ્ટ્રનાં ભાવિક શ્રોતાઓ અહોભાવ વ્યક્ત કરી રહ્યાં છે.

 

રિપોર્ટર-મૂકેશ પંડિત(ભાવનગર)

Filed under Bhavnagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.