લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અન્વયે જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે અનેકવિધ પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે ત્યારે કઠલાલ તાલુકાનાં નવી અરાલ ખાતે મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી.
જેમાં ગામની ડેરીમાં લોકશાહી અવસર ગીતનો વિડિયો રજૂ કરવામાં આવ્યો અને ડેરીમાં હાજર સભ્યોએ મતદાન જાગૃતિ અંતર્ગત પ્રતિજ્ઞા તેમજ સંકલ્પ લીધા હતા. વધુમાં, મહિલા મતદાન જાગૃતિ હેઠળ પણ જરૂરી સંવાદ કરી મહિલાઓને મતદાન માટેના શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં બી.આર.સી. મીતાબેન પઢિયાર, TPEO તેમજ SVS કન્વીનર સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.