હાલના ડિજિટલ યુગમાં મોટાભાગના દરેક લોકો ડિજિટલ પેમેન્ટ કરતા હોય છે. જેમાં ઘણી વાર ઈન્ટરનેટ કામ ન કરવાથી પેમેન્ટ અટકતું હોય છે. આવા સમયે NPCIની સર્વિસનો ફાયદો લઈ શકાય છે. જેમાં યુપીઆઈ યુઝર્સને ઈન્ટરનેટ વિના પણ પેમેન્ટ કરવાની સુવિધા આપવામાં આવે છે. એવા યુઝર્સ માટે લેવડદેવડ કરવાનું વધારે સરળ બને કે તેમનો ડેટા પૂરો થયો હોય કે કોઈ એવા વિભાગમાં હોય કે જ્યાં નેટવર્ક ન આવતું હોવાના કારણે પેમેન્ટ અટકતું હોય.
ફીચર ફોનથી પણ યુપીઆઈથી કરી શકો છો પેમેન્ટ
NPCI દ્વારા યુનિફાઇડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ એટલે UPI યુઝર્સ માટે ખાસ સર્વિસ આપવામાં આવે છે. એવામાં ફીચર ફોનનો ઉપયોગ કરતાં યુઝર્સ પણ આ સુવિધાનો ફાયદો લઈ શકે છે. જો બટનવાળા ફોનનો ઉપયોગ કરો છો તો પણ UPIથી લેવડદેવડ કરી શકો છો.
NPCI પ્રમાણે IVR numberના માધ્યમથી ફીચર ફોનના યુઝર્સ UPIથી લેવડદેવડ કરી શકશે. બસ તેના માટે તમારે 6366200200, 080-45163666 અને 08045163581 નંબર પર ફોન કરીને UPI ID વેરીફાઈ કરવાનું રહેશે. આ પછી અમુક સ્ટેપ્સ ફોલો કરીને તમે ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો.
Offline UPI Payment Step By Step Process
ઈન્ટરનેટ વગર UPI પેમેન્ટ કરવા માટે તમારે યુએસએસડીની પદ્ધતિ અપનાવી શકો છો. તેના માટે સૌથી પહેલા *99# નંબર ડાયલ કરવો. આ સુવિધા એન્ડ્રોઇડ યુઝર અને આઈઓએસ બંને ફોન યુઝર્સ માટે છે. તેના માટે આ સ્ટેપ્સ ફોલો કરો.
સૌથી પહેલા તમારા ફોન ડાયલરમાં *99# નંબર ડાયલ કરો.
દેખાતા ઓપ્શનમાં ભાષા ઓપ્શન સિલેક્ટ કરો.
આ બાદ પોતાની બેન્ક એકાઉન્ટ અને IFSC કોડ એન્ટર કરો.
હવે જે નંબર પર પેમેન્ટ કરવું હોય તે નંબર એન્ટર કરવો.
હવે જેટલા રૂપિયા મોકલવા હોય તેટલા દાખલ કરવા અને સેન્ડ ઓપ્શન પર કિલક કરો.
ટ્રાન્ઝેક્શન પૂરું થયા બાદ UPI PIN દાખલ કરવો.