Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 29°C

સણોસરા સહિત સિહોર પંથકમાં ‘સૌની યોજના’ અંતર્ગત લાભ આપવાં પાણી પુરવઠા મંત્રીનું આશ્વાસન

સણોસરા સહિત સિહોર પંથકમાં ‘સૌની યોજના’ અંતર્ગત લાભ આપવાં પાણી પુરવઠા મંત્રીનું આશ્વાસન

ભાવનગર જિલ્લાનાં સણોસરા સહિત સિહોર પંથકમાં સરકારની ‘સૌની યોજના’ અંતર્ગત લાભ આપવાં પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ આશ્વાસન આપ્યું છે. પીપરડી ગામે સણોસરા વિસ્તારનાં અગ્રણીઓ સાથે બેઠક યોજાઈ ગઈ.

સિહોર તાલુકાનાં પીપરડી ગામે પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાની યોજાયેલ બેઠકમાં સણોસરા પંથકમાં ‘સૌની યોજના’ અંતર્ગત લાભ આપવા થયેલી ચર્ચામાં લોકભારતી ગ્રામવિદ્યાપીઠ નિયામક હસમુખભાઈ દેવમુરારી સાથે કાર્યકર્તા મૂકેશકુમાર પંડિત, સણોસરાનાં સરપંચ હિરાભાઈ સાંબડ દ્વારા સાંઢિડા તળાવ સહિત આસપાસનાં તળાવો માટે વિગતો અપાઈ હતી.

પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ અહી આગેવાનો મૂળજીભાઈ મિયાંણી, કુરજીભાઈ મકવાણા અને ધારાશાસ્ત્રી અગ્રણી કાંતિભાઈ ચૌહાણ સાથે આશ્વાસન આપતાં જણાવ્યું છે કે, ‘સૌની યોજના’ અંતર્ગત વિકળિયા ગામથી સણોસરા, રામધરી થઈને સિહોર આગળ રાજપરા સુધીની યોજના માટે વિચારણા કરી શકાય તેમ છે.

સિહોર પંથકનાં જળાશયો આ યોજના દ્વારા ભરવાં માટે ભુપૃષ્ઠ સ્થિતિ સાથે જળરાશિની ઉપલબ્ધિ અને સરકાર દ્વારા નાણાંકીય ફાળવણી માટે આયોજનની કઠિન પ્રક્રિયા છતાં આ વિસ્તાર માટે પૂરતાં પ્રયાસો કરવામાં આવશે.

આ બેઠકમાં ‘સૌની યોજના’ વિભાગનાં અધિકારી દ્વારા પણ શક્યતાદર્શી અહેવાલ અભિપ્રાયો અહીંયા મંત્રી તથા કાર્યકર્તાઓને સમજવાયેલ. અહી આસપાસનાં ગામોનાં અગ્રણીઓ પણ સામેલ થયાં હતાં.

 

 

રિપોર્ટર-મૂકેશ પંડિત(ભાવનગર)

Filed under Bhavnagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.