Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 33°C

અમે સુર સંગીત પીરસી રહ્યા છીએ, પણ હૈયામાં મણિપુરની સ્થિતિનું દર્દ છે

અમે સુર સંગીત પીરસી રહ્યા છીએ, પણ હૈયામાં મણિપુરની સ્થિતિનું દર્દ છે

વિશ્વગ્રામ અને ભારતીય સંગીત વિદ્યાલયનાં આયોજન સાથે લોકભારતી સણોસરામાં સ્નેહ સંગીત યાત્રામાં કલાકારો દ્વારા કળા અને કરુણા સભર પ્રસ્તુતિ થઈ, આ વેળાએ આ કલાકારોનો ભાવ અનુભવાયો કે, અમે સુર સંગીત પીરસી રહ્યા છીએ, પણ હૈયામાં મણિપુરની સ્થિતિનું દર્દ છે…!

લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં યોજાયેલ સ્નેહ સંગીત યાત્રામાં લોકવાદ્યો અને નૃત્ય સાથે મણિપુરી લોકગીતોની કળા અને કરુણા સભર પ્રસ્તુતિ થઈ.

મણિપુરી ગાયિકા અને સંશોધક માંગકા માયાંગલાંબામ અને ગાંધીગાયિકા મેઘા ડાલ્ટન દ્વારા અનુક્રમે મણિપુરી અને હિન્દી તથા ગુજરાતી ગાન પ્રસ્તુત થયાં. આ વેળાએ આ કલાકારોનો ભાવ અનુભવાયો કે, અમે સુર સંગીત પીરસી રહ્યા છીએ, પણ હૈયામાં મણિપુરની સ્થિતિનું દર્દ છે…! આ સ્થિતિમાં ગુજરાત તેઓની સાથે છે તેવી લાગણી પણ તેઓએ જણાવી.

વિશ્વગ્રામનાં જાણીતા કાર્યકર્તા સંજય ભાવસારે આયોજન સાથે મણિપુર અને અખંડ ભારત તેમજ સાંપ્રત સ્થિતિનાં ચિંતાજનક ચિતાર સાથે ગાંધી મૂલ્યો તેમજ સામાજિક ઉત્તરદાયિત્વ સાથે સામાજિક મૂલ્યો માટે કાર્યરત રહેવા ટકોર સાથે અપેક્ષા વ્યક્ત કરેલ.

સંસ્થાનાં વિશાલ ભાદાણીએ આ પ્રસંગે આયોજનને બિરદાવી આવકાર આપેલ અને ઉત્તર પૂર્વી રાજ્ય મણિપુર સંદર્ભે કેટલીક ઉદાસીનતા સામે પ્રકાશ પાડ્યો.

લોકભારતીનાં વડા અરુણભાઈ દવે, હસમુખભાઈ દેવમુરારી, રામચંદ્રભાઈ પંચોળી, કાંતિભાઈ ગોઠી , નીતિનભાઈ ભિંગરાડિયા, વિશાલભાઈ જોષી સહિત કાર્યકર્તા અને વિદ્યાર્થીઓ આ પ્રસ્તુતિમાં ચિંતન તેમજ નૃત્યમાં સાથે જોડાયાં.

 

રિપોર્ટર-મૂકેશ પંડિત(ભાવનગર)

 

Filed under Bhavnagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.