દિલ્હીમાં યોજાયેલો સનાતન રાષ્ટ્ર શંખનાદ મહોત્સવ માત્ર ઉત્સવ નથી, પરંતુ ભારતના સાંસ્કૃતિક પુનર્જાગરણનો ઉદઘોષ કરનારો એક ઉત્સવ છે. અયોધ્યામાં પ્રભુ શ્રીરામની પુનઃસ્થાપના પછી કાળચક્ર બદલાયું છે અને ભારતીય સંસ્કૃતિનો ફરીથી ઉદય થવા લાગ્યો છે તેવું દેખાઈ રહ્યું છે. દેશ આજે સાંસ્કૃતિક પલટાની સ્થિતિ અનુભવી રહ્યો છે. સનાતન ધર્મ કોઈના પણ વિરોધમાં નથી; પરંતુ સનાતન પ્રવાહની આડે આવનારાઓને સહન કરવામાં આવશે નહીં, એવું દૃઢ પ્રતિપાદન કેંદ્રીય પર્યટન અને સાંસ્કૃતિક મંત્રી શ્રી. ગજેંદ્રસિંહ શેખાવતે કર્યું. તેઓ નવી દિલ્હી સ્થિત ભારત મંડપમ્ ખાતે ‘સનાતન રાષ્ટ્ર શંખનાદ મહોત્સવ’માં બોલી રહ્યા હતા. મા. શેખાવતજીએ આગળ કહ્યું કે, સનાતન સંસ્થાના સંસ્થાપક સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડો. જયંત આઠવલેજીએ ગત ૨૫ વર્ષોમાં સંસ્થાના કાર્ય દ્વારા માત્ર સાધકોની આધ્યાત્મિક ઉન્નતિ કરવાને બદલે સમાજમાં નૈતિકતા, રાષ્ટ્રબોધ, તેમજ સૌથી મહત્ત્વનું એટલે ધર્મચેતના નિર્માણ કરી છે.
કાશી-મથુરા જ નહીં, પરંતુ દેશના પ્રત્યેક મંદિર મુક્ત ન થાય ત્યાં સુધી લડતનો નિર્ધાર કરો ! – ધારાશાસ્ત્રી વિષ્ણુ જૈન
અનેક રાજ્યોમાં સરકાર માત્ર હિંદુઓના મંદિરો જ શા માટે પોતાના કબજામાં લે છે? સરકારને મસ્જિદો, ચર્ચોમાં થતું ગેરવ્યવસ્થાપન નથી દેખાતું શું? શાસન મંદિર મુક્તિનો કાયદો ક્યારે લાવશે? તેમજ આપણે બધાએ હિંદુ વિરોધી કાયદાઓ સમાપ્ત કરવાની માંગણી ચાલુ રાખવી જોઈએ ! માત્ર કાશી વિશ્વનાથ અને શ્રીકૃષ્ણ જન્મભૂમિ જ નહીં, પરંતુ દેશના અતિક્રમણ કરાયેલા પ્રત્યેક હિંદુ મંદિર મુક્ત ન થાય ત્યાં સુધી અમે શાંત બેસીશું નહીં, એવો નિર્ધાર આપણે કરવો જોઈએ, એવું આવાહન સર્વોચ્ચ ન્યાયાલયના ધારાશાસ્ત્રી વિષ્ણુ શંકર જૈને કર્યું.

શંખનાદ મહોત્સવને કારણે ધર્મ-અધર્મના યુદ્ધમાં ધર્મનો જ વિજય નિશ્ચિત ! – આલોક કુમાર, વિહિંપ
શંખનાદ એ ધર્મ-અધર્મના યુદ્ધના સમયે કરવામાં આવે છે. ભારતના પાટનગરમાં યોજાઈ રહેલા ‘સનાતન રાષ્ટ્ર શંખનાદ મહોત્સવ’ને કારણે ધર્મ-અધર્મના યુદ્ધમાં ધર્મનો જ વિજય થશે, એવી નિશ્ચિતિ છે. દિલ્હીમાં હમણાં જ આતંકવાદી આક્રમણ થયું. આ આતંકવાદીઓ ઉચ્ચશિક્ષિત હતા અને આને કારણે જેહાદ એ ગરીબી, અશિક્ષિતપણું, મૂળભૂત આવશ્યકતાઓનો અભાવ ઇત્યાદિેને કારણે નિરાશ થઈને કરવામાં આવે છે, તે ભ્રમ દૂર થયો છે. અલ્પસંખ્યકોને આપવામાં આવેલા વિશેષાધિકારો પર પુનર્વિચાર થવો જોઈએ, એમ વિશ્વ હિંદુ પરિષદના આંતરરરાષ્ટ્રીય કાર્યાધ્યક્ષ આલોક કુમારે કહ્યું.
‘જનસંખ્યા જેહાદ’ રોકવો અત્યંત આવશ્યક ! – ડો. સુરેશ ચવ્હાણકે, સુદર્શન ન્યૂઝ નેટવર્ક
‘હિંદુ શસ્ત્રની લડાઈમાં સક્ષમ છે; પરંતુ તે વૈચારિક લડાઈમાં પાછો પડે છે. હિંદુઓને ‘હમ દો, હમારે દો’ની શીખ આપવામાં આવી અને આજે હિંદુઓનો દિલ્હીમાં જન્મદર ૧.૧ અને મુંબઈમાં જન્મદર ૧.૩ એવી દયનીય સ્થિતિ થઈ છે. અનેક દેશો જન્મદર વધારવાને કારણે ઇસ્લામી દેશ બન્યા, તો કેટલાક દેશો ઘૂસણખોરીને કારણે ઇસ્લામી બન્યા છે. ઘૂસણખોરોને દેશમાંથી હાંકી કાઢવા માટે દેશમાં ‘ઍન.આર.સી.’ (NRC) લાગુ કરવી જોઈએ, એવું પ્રતિપાદન સુદર્શન ન્યૂઝના સંપાદક ડો. સુરેશ ચવ્હાણકેએ કર્યું.