વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) માટે ખેલાડીઓની હરાજી ટૂંક સમયમાં મુંબઈમાં થવાની છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ કાર્યવાહીની અધ્યક્ષતા માટે મહિલા હરાજી કરનાર (ઓક્શનર) ને નિયુક્ત કર્યા છે. આ પ્રથમ વખત છે જ્યારે ભારતમાં કોઈ મોટી ક્રિકેટ હરાજી માટે એક મહિલા ઓક્શનરની નિમણૂક કરવામાં આવી છે.
WPL ઓક્શનમાં ઓક્શનરની ભૂમિકા ભજવનાર મહિલાનું નામ છે મલ્લિકા સાગર. મલ્લિકા સાગર મુંબઈ સ્થિત આર્ટ કલેક્ટર છે અને આધુનિક અને સમકાલીન ભારતીય કલાની સલાહકાર છે.
વિશ્વભરની મહિલા ક્રિકેટરો વર્ષોથી આ ક્ષણ અને લીગની રાહ જોઈ રહી હતી. હરાજી પહેલા સત્તાવાર પ્રસારણકર્તા સાથેની એક મુલાકાતમાં, મલ્લિકા સાગરે કહ્યું હતું કે, “હું ઓક્શન માટે ખૂબ જ સન્માનિત અનુભવું છું અને મને આ કરવા પર ગર્વ થશે.”
મલ્લિકા સાગરે વધુમાં જણાવ્યું હતું કે, “ભારતીય મહિલાઓને આખરે આંતરરાષ્ટ્રીય મંચ પર તેમની યોગ્યતા મળશે, તેમની પાસે ઉચ્ચ સ્તર પર રમવાની ક્ષમતા હશે. આ ભારતીય મહિલાઓ ડોમેસ્ટિક ક્રિકેટમાં ચોક્કસપણે પરિવર્તન લાવશે.”
હરાજીથી પોતાને પરિચિત કરવા માટે મલ્લિકા સાગરે ભૂતકાળના હરાજીના વીડિયો જોયા હતા. મલ્લિકા સાગરના પરિવારજનો અને તે ખૂબ પણ ક્રિકેટની મોટી ચાહક છે.