ભારતીય ચૂંટણી પંચે શુક્રવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને આકરા શબ્દોમાં લખેલા પત્રમાં ચૂંટણી પ્રક્રિયાની અખંડતા પર સવાલ ઉઠાવનાર તેમના તાજેતરના નિવેદન પર ગાઢ ચિંતા વ્યક્ત કરી. લોકસભા ચૂંટણી 2024 પર સવાલ ઉઠાવવાને લઈને ચૂંટણી પંચે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને ફટકાર લગાવી છે. ચૂંટણી પંચે કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો મતદાન ટકાવારીના આંકડા પર વિપક્ષી નેતાઓને લખવામાં આવેલો પત્ર પક્ષપાતી ચર્ચાને આગળ વધવાનો પ્રયત્ન છે.
મતદાન ટકાવારી આંકડાને લઈને પોતાના સહયોગી દળોને ખડગે દ્વારા લખેલા પત્ર પર ચૂંટણી પંચે કહ્યું કે કોંગ્રેસના ભૂતકાળ, વર્તમાનના બેજવાબદાર નિવેદન પરેશાન કરનાર છે. ચૂંટણી પંચે ગેરવહીવટ, મતદાન ટકાનો આંકડો જારી કરવામાં મોડાઈ સંબંધી ખડગેના આરોપોને ફગાવતા તેને પાયાવિહોણા અને તથ્ય વિનાના ગણાવ્યા.
પાંચ પાનાના જવાબમાં ચૂંટણી પંચે મતદાન આંકડો જારી કરવામાં ગેરવહીવટ અને મોડાઈના આરોપોને ફગાવી દીધા તથા ખડગેના આરોપોને અયોગ્ય, તથ્યહીન અને ભ્રમ ફેલાવવાના પક્ષપાતપૂર્ણ અને જાણી જોઈને કરવામાં આવેલા પ્રયત્નને પ્રતિબંધિત કરનાર કરાર આપ્યો. પંચે ખડગેના તે નિવેદનની નિંદા કરી જેમાં તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે શું મતદાન ટકાવારી આંકડા જારી કરવામાં મોડું અંતિમ પરિણામોમાં હેરફેર કરવાનો પ્રયત્ન છે.
ચૂંટણી પંચે કહ્યું કે તેને વર્તમાન ચૂંટણી પ્રક્રિયાની વચ્ચે સાર્વજનિક રીતે જારી કરવામાં આવેલો ખડગેનો પત્ર ખૂબ અનિચ્છનીય લાગ્યો અને તેને સરળ, સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીના સંચાલનમાં ભ્રમ, ખોટી દિશા અને અવરોધ પેદા કરવા માટે તૈયાર કરવામાં આવ્યો હતો. પંચે કહ્યું, જ્યારે તમે પૂછ્યુ કે શું આ અંતિમ પરિણામોમાં છેડછાડનો પ્રયત્ન હોઈ શકે છે છે, તો પોસ્ટની સામગ્રી, સંકેતો અને આક્ષેપોના માધ્યમથી, ચૂંટણી સંચાલનની સંવેદનશીલતાના સંબંધમાં અસામંજસ્ય પેદા કરે છે. આ મતદાતાઓ અને રાજકીય દળોના મનમાં શંકા અને સંભવિતરીતે અરાજક સ્થિતિ પેદા કરી શકે છે, આ પંચ આશા કરે છે કે તમારો આવો કોઈ ઈરાદો નથી.
શું છે સમગ્ર મામલો?
કોંગ્રેસ, તૃણમુલ કોંગ્રેસ અને માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (માકપા) સહિત ઈન્ડિયા ગઠબંધનમાં સામેલ દળોએ અત્યાર સુધી ચૂંટણી પંચને અલગ-અલગ પત્ર લખ્યા છે, જેમાં પહેલા બે તબક્કામાં મતદાનના આંકડા જારી કરવામાં કથિક મોડુ ને લઈને ચિંતા વ્યક્ત કરી છે. વિપક્ષના આરોપો વચ્ચે ચૂંટણી પંચે દાવો કર્યો હતો કે મતદાન સમાપ્ત થવાના તાત્કાલિક બાદ નાખવામાં આવેલા મતોના વાસ્તવિક આંકડાનો બૂથ-વાર આંકડો ઉમેદવારો પાસે ઉપલબ્ધ છે.
ગયા અઠવાડિયે જારી એક નિવેદનમાં ચૂંટણી પંચે એ પણ કહ્યું હતું કે તે મતદાનના દરેક તબક્કા બાદ મતદાનના આંકડાને સમયસર જારી કરવાને યોગ્ય મહત્વ આપે છે. તેણે કહ્યું કે મતવિસ્તાર, મતદાનનો વાસ્તવિક આંકડો બૂથમુજબ આંકડો પણ ઉમેદવારો પાસે ઉપલબ્ધ છે, જે એક કાયદેસર જરૂરિયાત છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે ચૂંટણી પંચ દ્વારા જારી મતદાન આંકડામાં કથિત વિસંગતતાઓ મુદ્દે વિભિન્ન વિપક્ષી દળોના નેતાઓને પત્ર લખ્યો હતો. પોતાના પત્રમાં ખડગેએ ઈન્ડિયાના નેતાઓ સાથે આ મુદ્દે સામૂહિકતા, એકતાની સાથે સ્પષ્ટરીતે પોતાનો અવાજ ઉઠાવવાનો આગ્રહ કર્યો.
ચૂંટણી પંચે સત્તાવાર રીતે 30 એપ્રિલે લોકસભા ચૂંટણીના પહેલા બે તબક્કામાં થયેલા મતદાનનો આંકડો શેર કર્યો. પંચના આંકડા અનુસાર વર્તમાન લોકસભા ચૂંટણીના પહેલા તબક્કામાં 66.14 ટકા અને બીજા તબક્કામાં 66.71 ટકા મતદાન નોંધાયું.