આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ દ્વારા શરદપૂર્ણિમા પર્વે તલગાજરડામાં કવિ શ્રી કમલ વોરાને શ્રી નરસિંહ મહેતા સન્માન અર્પણ થયું. આ પ્રસંગે મંગળ ઉદ્બોધન આપતાં શ્રી મોરારિબાપુએ કહ્યું કે, કવિતામાંથી શબ્દ, સ્પર્શ, ગંધ, રૂપ અને રસ પ્રાપ્ત થાય છે.
શ્રી મોરારિબાપુએ શ્રી નરસિંહ મહેતા સન્માન અર્પણ કાર્યક્રમ પ્રસંગે પોતાનાં મંગળ ઉદ્બોધનમાં વાલ્મીકિનાં, તુલસીનાં અને નરસિંહનાં શબ્દો સંદર્ભે ભાવ વંદના વ્યક્ત કરતાં કહ્યું કે, કવિતામાંથી શબ્દ, સ્પર્શ, ગંધ, રૂપ અને રસ પ્રાપ્ત થાય છે.
નરસિંહ મહેતા અને ગિરનાર જૂનાગઢનાં સ્મરણ સાથે સન્માનિત કવિ શ્રી કમલ વોરાની સહજ વિનમ્રતા પ્રત્યે રાજીપો વ્યક્ત કર્યો.
આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ દ્વારા શ્રી મોરારિબાપુનાં સાનિધ્ય સાથે તલગાજરડા રામવાડીમાં શરદ પૂર્ણિમા સાથે વાલ્મીકિ જયંતિ અવસરે શ્રી નરસિંહ મહેતા સન્માન ૨૦૨૪ પ્રસંગે મહાનુભાવોનાં હસ્તે દીપ પ્રાગટ્ય થયેલ.
શ્રી નીતિન વડગામાનાં પ્રભાવી સંચાલન સાથે શ્રી રઘુવીર ચૌધરી દ્વારા પ્રાસંગિક વાત થયેલ.
સન્માનિત કવિ શ્રી કમલ વોરાએ કાવ્યપાઠ દ્વારા પોતાની રચનાઓ પ્રસ્તુત કરી. શ્રી કમલ વોરાનાં સર્જન કર્મ વિશે શ્રી રાજેશ પંડ્યાએ અભ્યાસ પૂર્ણ સૌને માહિતગાર કર્યા.
સન્માન કાર્યક્રમ પ્રસંગે શ્રી દલપત પઢિયાર દ્વારા અધ્યાત્મ ચિંતન સભર વાતો સાથે સૌનું સ્વાગત કરેલ.
આ પ્રસંગે પ્રારંભે શ્રી સુરેશ જોશી દ્વારા ભાવવાહી
‘હળવે હળવે હરજી…’ પદગાન સૌએ માણ્યું. અહીંયા ભાવનગરની ઓમ શિવ સંસ્થા દ્વારા શ્રી નીતિન દવેનાં સંકલન સાથે ‘આજની ઘડી તે રળિયામણી’ રાસ રજૂ થયો.
આ સન્માન કાર્યક્રમમાં શ્રી હરિશ્ચંદ્ર જોશીનાં સંચાલન સંકલન સાથે કવિ શ્રી વિનોદ જોશી લિખિત અને સાહિત્ય અકાદમી અંતર્ગત પ્રબંધ કાવ્ય ‘સૈરન્ધી’ હિન્દી અનુવાદનું શ્રી મોરારિબાપુનાનાં હસ્તે લોકાર્પણ થયું. આ સાથે ‘સૈરન્ધી’ નાટ્ય મંચનની પ્રભાવી પ્રસ્તુતિ થઈ, જેમાં શ્રી દેવકી દેસાઈ સાથે કલાકારોની ભૂમિકા રહી.
અહીંયા શ્રી પૂર્ણિમા ખંડેરિયા, શ્રી પ્રણવ પંડ્યા સાથે હોદ્દેદારો અને વિદ્વાનો સાહિત્યકારો શ્રી ભાગ્યેશ જહા, શ્રી માધવ રામાનુજ, શ્રી ભદ્રાયુ વછરાજાની, શ્રી હર્ષદ ત્રિવેદી…. વગેરે સાથે રસિકોએ મોટી સંખ્યામાં કાર્યક્રમ માણ્યો.
રિપોર્ટર-મૂકેશ પંડિત(ભાવનગર)