ચૈત્ર માસ નવરાત્રીમાં બોરડા ગામે લોકસાહિત્યકાર માયાભાઈ આહિર દ્વારા યજ્ઞ ઉપાસના ચાલી રહેલ છે. અહીંયા વડવાળા જગ્યા દુધરેજના મહંત કણિરામજી મહારાજ દ્વારા આહુતિ અપાઈ છે.
સનાતન પરંપરામાં ચૈત્ર માસ નવરાત્રીનું મહાત્મ્ય વિશેષ રહેલું છે. આ નવરાત્રીમાં બોરડા ગામે જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહિર દ્વારા યજ્ઞ ઉપાસના સાથે શક્તિ વંદના થઈ રહેલ છે. ઉલ્લેખનીય છે કે તેઓ શ્રાવણ માસ દરમિયાન પણ યજ્ઞ અને મૌન અનુષ્ઠાન સાથે શિવ ઉપાસના કરતાં રહે છે.
બોરડા ગામે અહીંયા યજ્ઞ સ્થાનમાં વડવાળા દુધરેજનાં મહંત કણિરામજી મહારાજનું આગમન થયું હતું અને તેમના દ્વારા આ યજ્ઞમાં આહુતિ અપાઈ છે. માયાભાઈ આહિર પરિવાર દ્વારા ઉમળકાભેર ભાવ સન્માન કરવામાં આવેલ.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel