નડિયાદના એસઆરપી ગૃપ-૭માં એક સાથે 125 કર્મચારીઓને પ્રમોશન અપાયું છે, આ કર્મચારીઓને ASI અને હેડ કોન્સ્ટેબલના હોદ્દા પર બઢતી આપવામાં આવી છે.
નોંધનીય છે કે, ગ્રુપના ઇતિહાસમાં આ પ્રથમ વખત છે કે આટલી મોટી સંખ્યામાં કર્મચારીઓને એકી સાથે બઢતી આપવામાં આવી છે, આઈપીએસ અધિકારી અને સેનાપતિ અતુલકુમાર બંસલના હસ્તે અલંકરણ સમારોહમાં કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા છે.
આ કાર્યક્રમમાં ડીવાયએસપી એસ. કે. શાત અને વી.ખાર, યાદલ સહિત ગૃપના અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા. પ્રમોશન પામેલ કર્મચારીઓના પરિવારજનો આ ખાસ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.