વડોદરાના હરણી તળાવમાં વિદ્યાર્થીઓને લઈને જતી એક હોડી પલટી મારી ગઈ હતી. આ ઘટનામાં કુલ દસ વિદ્યાર્થી અને બે શિક્ષક સહિત કુલ 12 લોકોના મોત થયાના અહેવાલ છે. હાલ ફાયર બ્રિગેડ દ્વારા બચાવ અભિયાન શરૂ કરાયું છે. બચી ગયેલા અન્ય વિદ્યાર્થીઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા છે. હાલ ઘટના સ્થળે 10 એમ્બ્યુલન્સ પણ પહોંચી ગઈ છે અને ત્યાં પણ બચાવની કામગીરી ચાલુ છે.
- ઘટનામાં બે શિક્ષકો અને 12 બાળકોના મોત થયા
- સાંસદ રંજનબહેન ભટ્ટ ઘટના સ્થળે પહોંચ્યા
- ત્રણ બાળકો હજુ પણ લાપતા હોવાના અહેવાલ
- આ ઘટનાના જવાબદારોને છોડવામાં નહીં આવે : શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફૂલ પાનસેરિયા
- ગૃહ મંત્રી હર્ષ સંઘવી વડોદરા જવા રવાના
- કોટિયા કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ લિમિટેડને આ કોન્ટ્રાક્ટ અપાયો હતો.
- મોત 13 થઈ ગયા
- જ્હાન્વી હોસ્પિટલમાં નવ અને સયાજી હોસ્પિટલમાં ત્રણના મોત
વડોદરાના હરણી તળાવમાં બોટમાં પર્યટન માટે ગયેલ શાળાના બાળકો તથા શિક્ષકોના બોટ પલટવાની દુર્ઘટનામાં ડૂબી જવાના સમાચાર ખૂબ જ દુઃખદ અને આઘાતજનક છે.
આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે ઈશ્વરને પ્રાર્થના કરું છું તથા તેમના પરિવારોને સાંત્વના પાઠવું છું.…
— Harsh Sanghavi (@sanghaviharsh) January 18, 2024
82 વિદ્યાર્થી હરણી તળાવ ફરવા આવ્યા હતા
મળતી માહિતી અનુસાર, વડોદરાની ન્યૂ સન રાઈઝ સ્કૂલના 82 વિદ્યાર્થીઓ હરણી તળાવની મુલાકાતે પહોંચ્યા હતા, જેમાંથી 23 વિદ્યાર્થી અને ચાર શિક્ષક નૌકાસવારી કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક હોડીએ પલટી મારી જતા વિદ્યાર્થીઓ તળાવમાં ડૂબી ગયા હતા. ફાયર વિભાગને જાણ કરતા તાત્કાલિક સ્થળ પર ટીમ દોડી આવી હતી. હાલ બાળકોને બચાવવાનું અભિયાન ચલાવાઈ રહ્યું છે. આ ઘટનાની જાણ થતા જ ઉચ્ચ અધિકારીઓ સાથે કલેક્ટર પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.
વડોદરામાં ગોઝારી દુર્ઘટના, હરણી લેક ઝોન ખાતેના તળાવમાં બોટ પલટી, છ વિદ્યાર્થીઓના મૃત્યુ થયા હોવાની ખબર, બોટમાં એક સ્કૂલના 20 થી 25 બાળકો સવાર હોવાની વાત. pic.twitter.com/o2oBJO9SdH
— ketan joshi (@KetJoshiEditor) January 18, 2024
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુઃખ વ્યક્ત કર્યું
આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘X’ પર સંવેદના વ્યક્ત કરી છે. તેમણે લખ્યું છે કે ‘વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદયવિદારક છે. જીવ ગુમાવનાર નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. દુ:ખની આ ઘડીમાં તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. પરમકૃપાળુ પરમાત્મા તેમને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે. તંત્ર દ્વારા બોટમાં સવાર વિદ્યાર્થીઓ અને શિક્ષકની બચાવ કામગીરી હાલ ચાલુ છે. દુર્ઘટનાનો ભોગ બનનારાને રાહત અને સારવાર તાકીદે મળે તે માટે તંત્રને સૂચના આપી છે.’
વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદયવિદારક છે. જાન ગુમાવનાર નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું.
દુ:ખની આ ઘડીમાં તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. પરમકૃપાળુ પરમાત્મા તેમને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે.…
— Bhupendra Patel (@Bhupendrapbjp) January 18, 2024
ક્ષમતા કરતા વધુ લોકોને હોડીમાં બેસાડ્યા
આ ઘટના અંગે હાજર રહેલા શિક્ષકોએ કોટિયા કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ લિમિટેડના કોન્ટ્રાક્ટર પર આક્ષેપો કર્યા હતા કે ‘હોડીની ક્ષમતા દસથી 12 બાળકની હતી. આમ છતાં તેમણે 25થી વધુ બાળકો એક જ હોડીમાં બેસાડ્યા હતા અને વજન વધી જતા આ અકસ્માત સર્જાયો હતો.’ આ અંગે કોન્ટ્રાક્ટરે જણાવ્યું છે કે, ‘અમે વધુ બાળકો નહોતા બેસાડ્યા. આ ઉપરાંત તેમને લાઈફ જેકેટ પણ પહેરાવવામાં આવ્યા હતા.’
જવાબદારો સામે પગલાં ભરાશે
આ અંગે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ જણાવ્યું કે ‘હોડી પલટી ગયાની જાણકારી મેળવાઈ રહી છે. આ બનાવ કેવી રીતે બન્યો તેની સંપૂર્ણ તપાસ પછી જવાબદાર કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરાશે.’