સુપ્રસિધ્ધ વડતાલ ધામમાં આજરોજ એટલે કે, 27મી ડીસેમ્બર ત્રણ દિવસ નેશનલ કાઉન્સિલ મીટીંગનુ આયોજન કરવામાં આવ્યું છે. અખિલ ભારતીય અધિવક્તા પરિષદ દ્વારા આ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સમગ્ર કાઉન્સિલ મીટીંગમાં જમ્મુથી કન્યાકુમારી અને આસામથી લઈને ગુજરાત સુધી પુરા દેશમાંથી અંદાજે 1 હજારથી વધુ એડવોકેટ ભાઈ-બહેનો આ મીટિંગમાં જોડાયા હતા.
વડતાલ ખાતે 27થી 29 ડીસેમ્બર સુધી અખિલ ભારતીય અધિવક્તા પરિષદ દ્વારા અધિવક્તા પરિષદ ગુજરાત આયોજિત ખાસ નેશનલ કાઉન્સિલ મીટીંગ (NCM) યોજાઈ છે. જેમાં દેશ ભરના એડવોકેટ NCMમાં ભાગ લેવા વડતાલ ખાતે આવ્યાં. આ નેશનલ કાઉન્સિલ મીટીંગનો હેતુ નવા કાયદા કેવા ઘડવા કેવા નિયમો લાવવા, જુના કાયદાને રીફલ કરવા અને ખાસ એડવોકેટો માટે ઈન્સ્યોરન્સ બીલ લાવવુ કે કેમ કોઈ કાયદા છે કે કેમ તે બાબતે ચર્ચાઓ કરવામાં આવનાર છે. જે બાદ રાજ્ય અને કેન્દ્ર સરકારમાં મોકલવામાં આવે છે. આ નેશનલ કાઉન્સિલ મીટીંગ (NCM) યોજાશે જેના મુખ્ય મહેમાન સુપ્રીમ કોર્ટના જજ પી.કે.મીશ્રા સાથે ગુજરાત હાઈકોર્ટના જજ સમીર દવે હાજર રહ્યા.
આ પ્રસંગે અખિલ ભારતીય અધિવક્તા પરિષદ સાથે સંકળાયેલા અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં વકીલ ભાઈ-બહેનો હાજરી આપી.