Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026

ખેડામાં જુગાર રમતાં ૪ ઈસમો ક્રાઇમ બ્રાન્ચ પોલીસના હાથે ઝડપાયા

ખેડામાં જુગાર રમતાં ૪ ઈસમો ક્રાઇમ બ્રાન્ચ પોલીસના હાથે ઝડપાયા

પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા, ખેડા – નડીયાદ તથા પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર.વેકરીયા એલ.સી.બી. ખેડા-નડીયાદ નાં જીલ્લામા પ્રોહિ/જુગારની બદીને નેસ્તનાબુદ કરવા આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ તા.૨૦-૦૮-૨૦૨૪ ના રોજ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મીઓ પેટ્રોલીંગમા હતા.

દરમ્યાન ખેડા કેમ્પ પાસે આવતા બાતમી મળી હતી કે ખુમરવાડ પ્રાથમીક શાળાની સામે આવેલ ખુલ્લી જગ્યામા કેટલાક ઇસમો પત્તા પાનાથી હાર જીતનો જુગાર રૂપીયા વડે રમી રહ્યા છે.બાતમી વાળી જગ્યા પર જઈ રેડ કરતા રેડ દરમિયાન પોલીસે 4 ઈસમોને ઝડપયા.જેઓની અંગજડતી તથા દાવ ઉપર લાગેલા કુલ રૂપિયા કિંમત ૧૨૧૦૦/-નો મુદ્દામાલ કબજે કરી નડિયાદ રૂરલ પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.