Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 33°C

ચકલાસી-અલીન્દ્રા રોડ પર એકટીવા સાથે બાઇક અથડાતાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત

ચકલાસી-અલીન્દ્રા રોડ પર એકટીવા સાથે બાઇક અથડાતાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત

ખેડા જિલ્લાના ચકલાસી અલીન્દ્રા રોડ પર એકટીવા સાથે બાઇક અથડાતાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

પોલીસ સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર જયદિપભાઇ રઇજીભાઈ વાઘેલા રહે.દેવનગર પાણીની ટાંકી પાસે તાબે ચકલાસી. જેઓ નોકરી પર થી પર્વતથી ઘરે પરત જતા હતા તે દરમિયાન રસ્તામાં પોતાની બહેન મળતા બહેનને પણ લિફ્ટ આપી પાછળ બેસાડી ઘરે જતા સમયે મહાદેવપુરાથી આગળ આવેલ નાની નહેર પાસેથી
પસાર થતા હતા તે દરમિયાન બાઇક અચાનક બંધ પડી જતા મિત્રની એકટીવા નં GJ 07 CS 1895 લઈ પોતાની બહેન ભાવિકા બેન ને લઇ ધરે જતાં હતા તે દરમિયાન ચકલાસી અલીન્દ્રા રોડ દેવનગર પાણીની ટાંકી પાસેથી પસાર થતા હતા તે વખતે પાછળથી એક બાઇક ચાલક નંબર GJ 07 EK 5666 તેનુ બાઇક પુરઝડપે અને બે ફીકરાઈ રીતે ચલાવી લઈ આવી એકટીવાને ટકકર મારી એકટીવા સાથે રોડ ઉપર પાડી દીધેલ અને આ એકસીડંટ કરનાર બાઇક ચાલક તથા તેની પાછળ બેઠેલ પણ તે ના બાઇક સાથે રોડ ઉપર પડી ગયેલ હતા. રોડ ઉપર પટકાતા ભાવિકા બેન ને ઇજાઓ પહોંચી હતી.
ઇજાગ્રસ્ત ભાવિકા બેન ને પ્રાઇવેટ વાહન મારફતે નડીયાદ રુદ્ર હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા.

ઉપરોક્ત બનાવ સંદર્ભે જયદિપભાઇ રઇજીભાઈ વાઘેલા ની ફરીયાદ ને આધારે ચકલાસી પોલીસે ગતરોજ બપોરે 4 વાગ્યાના અરસામાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.