ખેડા જિલ્લામાં નડિયાદના વેપાર-ઉદ્યોગ જગત માટે એક સારા સમાચાર છે. શહેરના વિવિધ ફિલ્ડના 40 અગ્રણી બિઝનેસમેન એકસાથે જોડાઈને નડિયાદમાં Business Network International ગ્રુપની શરૂઆત કરી છે. આ પહેલથી નડિયાદના વેપારીઓને એકબીજાના સહયોગથી પોતાનો ધંધો વધારવા અને સમગ્ર શહેરના વેપારી વાતાવરણને નવી ગતિ આપવા માટે એક મજબૂત પ્લેટફોર્મ મળ્યું છે. આ ગ્રુપનો મુખ્ય ઉદ્દેશ્ય સભ્યોને રેફરલ્સ દ્વારા વ્યવસાયિક તકો પૂરી પાડવાનો અને સાથે મળીને વિકાસ કરવાનો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, BNI ગ્રુપમાં જોડાયેલા તમામ 40 બિઝનેસમેન એકબીજાને ધંધો વધારવામાં સક્રિય સહાય કરશે. આ ગ્રુપનું માળખું એવું છે કે તેમાં કોઈપણ એક ફિલ્ડના માત્ર એક જ વેપારી જોડાઈ શકે છે. આ નિયમને કારણે ગ્રુપમાં વિવિધ પ્રકારના ધંધાનો સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે જો કોઈ એક બિલ્ડર જોડાયો હોય, તો તે જ ક્ષેત્રનો બીજો કોઈ વેપારી જોડાઈ શકશે નહીં. આનાથી સભ્યો વચ્ચે હરીફાઈને બદલે સહકારનું વાતાવરણ ઊભું થાય છે અને દરેક સભ્યને પોતાના ક્ષેત્રના ગ્રાહકો કે કામની જરૂરિયાત હોય તેવા અન્ય સભ્યને રેફર કરી શકાય છે.
ડિરેક્ટર કલ્પેશ શાહે જણાવ્યું હતું કે આ વ્યવસ્થાનો સીધો ફાયદો એ છે કે એક જ ગ્રુપમાં વિવિધ પ્રકારના ધંધા હોવાના કારણે સભ્યોને એકબીજાને ધંધો આપવાનું સરળ બને છે. જ્યારે કોઈ એક વેપારીને તેના ગ્રાહકને અન્ય કોઈ સેવાની જરૂરિયાત હોય, તો તે તરત જ ગ્રુપના સભ્યનો સંપર્ક કરી શકે છે. આ રીતે, દરેક સભ્ય માત્ર પોતાનો જ નહીં, પણ ગ્રુપના અન્ય સભ્યોનો પણ ધંધો વધારવામાં મદદરૂપ થાય છે. આ ગિવર્સ ગેઇનના સિદ્ધાંત પર ચાલે છે, જ્યાં પરસ્પર વિશ્વાસ અને સહયોગથી સાથે ગ્રોથ મેળવી શકાય છે.
નડિયાદના 40 જેટલા ઉદ્યમીઓનું BNIમાં જોડાણ વાઇસ પ્રેસિડેન્ટ જીતભાઈ પટેલે જણાવ્યું હતું કે નડિયાદના 40 જેટલા ઉદ્યમીઓનું BNI માં જોડાણ એ શહેરના વેપારી સમુદાય માટે એક સકારાત્મક અને મહત્ત્વપૂર્ણ પગલું છે. આ ગ્રુપ માત્ર સભ્યોના વ્યક્તિગત ધંધાને જ નહીં, પરંતુ એકંદરે નડિયાદના વેપાર-ઉદ્યોગને એક નવી દિશા અને ઊર્જા પ્રદાન કરશે. સ્થાનિક વેપારીઓને એક મંચ પર લાવી, એકબીજાના વિકાસમાં ભાગીદાર બનાવીને, BNI ગ્રુપ નડિયાદને આર્થિક રીતે વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ થશે.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel