નડીયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના વરદ્ હસ્તે નડિયાદ – મરીડા રોડ રિસરફેસીંગ કરવાના કામનું ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું. 236.66 લાખના ખર્ચે 3.2 કિમી રોડમાં 1.6 કિમી સીસી રોડ અને 1.6 કિમી ડામર રોડની કામગીરી કરવામાં આવશે. નડિયાદ મરીડા ભાગોળ નાયરા પેટ્રોલ પંપ થી રિંગ રોડ સુધી સીસી રસ્તાનું અને રીંગ રોડ થી મરીડા ગામ સુધી ડામર રોડનું કામ કરવામાં આવશે.
આ કાર્યક્રમ ખાતે પૂર્વ કાઉન્સિલર, શહેર સંગઠન પ્રમુખ, મહામંત્રીઓ, અગ્રણીઓ, પદાધિકારીઓ, નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલરઓ, સ્થાનિક અગ્રણીઓ – વડીલો, વિસ્તારના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel
🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat
🔗 https://www.youtube.com/@oneindianewscom