નવનિર્માણ આંદોલન ની 50મી વર્ષગાંઠ નિમિત્તે અ.ભા.વિ.પ, ગુજરાત મા મોરબી, કર્ણાવતી અને સુરત એમ કુલ ૩ “છાત્ર શક્તિ યાત્રા” નુ આયોજન કરશે.
સમગ્ર ગુજરાતની વિદ્યાર્થી શક્તિ ને દિશા આપતું ABVP નું પ્રદેશ અધિવેશન આ વર્ષે કર્ણાવતી મહાનગર ખાતે યોજાશે.
ગત ૨૨-૨૪ નવેમ્બર ના રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ નુ ૭૦મુ રાષ્ટ્રીય અધિવેશન બાબા ગોરખનાથ ની ધરતી ગોરખપુર, ઉત્તર પ્રદેશ ખાતે ભવ્ય રીતે સંપન્ન થયું. આ ૭૦મા રાષ્ટ્રીય અધિવેશન મા સમગ્ર ભારત ભર ના 1200 જેટલા છાત્ર પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા, જેમના દ્વારા રાષ્ટ્રીય સ્તર ના સામાજિક અને શૈક્ષણિક મુદ્દાઓ પર પ્રસ્તાવ પારિત કરવામાં આવ્યા હતા. જેમાં 1) જૈવિક ખેતી ને પ્રોત્સાહન, ૨) શૈક્ષણિક સંસ્થાઓ ની ગુણવત્તામાં ઘટાડો ચિંતાજનક, ૩) શૈક્ષણિક સંસ્થાઓમાં વધતી જતી ફી પર અંકુશ નિયંત્રણ, તથા ૪) આંતરરાષ્ટ્રીય મંચ પર ભારત ની અડગ કૂટનીતી. વગેરે જેવા સામાજિક અને શૈક્ષણિક વિષય પર ચર્ચા કરી પ્રસ્તાવ પારિત કરવામાં આવ્યા હતા. અધિવેશનના એક દિવસ પેહલા યોજાયેલ રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં ગત દોઢ વર્ષ થી મણિપુર માં ચાલી રહેલ હિસંક પ્રવૃતિઓ અને દેશના ભાગલા કરવાના પ્રયાસ કરનારા તત્વો પર ત્વરિત કાર્યવાહી કરવાની માંગ સાથેનો પ્રસ્તાવ પણ પારીત કરવામાં આવ્યો. અભાવિપના દરેક રાષ્ટ્રીય અધિવેશનમાં સમાજ ના ઉત્થાન તેમજ સેવા ના ભાવ સાથે કાર્યકરતા યુવાનો ને બિરદાવવા તેમજ સન્માન હેતુ પ્રા. યશવંતરાવ કેલકર યુવા પુરસ્કાર એનાયત કરવામાં આવતો હોય છે. આ વર્ષના પ્રા. કેલકર યુવા પુરસ્કાર સમારોહ મા મુખ્ય અતિથિ તરીકે ઉત્તર પ્રદેશ ના માનનીય મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ જી વિશેષ ઉપસ્થિત રહી, તેમના વરદ હસ્તે પુરસ્કાર મુક બધીર વિદ્યાર્થીઓને સેવા આપનાર શ્રી દિપેશ નાયર જી ને એનાયત કરવામાં આવ્યો. આ અધિવેશન મા અ.ભા.વિ.પ ની રાષ્ટ્રીય કારોબારી ની પણ ધોષણા કરવામાં આવી હતી, જેમા ગુજરાત માંથી કુલ 18 જેટલા કાર્યકરો નો રાષ્ટ્રીય કારોબારી મા અલગ અલગ જવાબદારી હેઠળ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં રાષ્ટ્રીય પદાધિકારી મા ગુજરાતના જામનગર ના શિક્ષિકા સુરભીબેન દવે વર્ષ ૨૦૨૪-૨૫ માટે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે નિર્વાચિત થયા છે. સાથે જ અધિવેશન મા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પ્રો. શ્રી રાજશરણ શાહી (ઉત્તર પ્રદેશ) પુનઃ નિર્વાચિત અને રાષ્ટ્રીય મહામંત્રી તરીકે ડૉ. વિરેન્દ્ર સિંહ સોલંકી (મધ્ય પ્રદેશ) નવ નિર્વાચિત થયા છે.
સમગ્ર દેશને નવી દિશા આપવાનું કાર્ય કરનાર વિધાર્થી આંદોલન એટલે “નવનિર્માણ આંદોલન” ની ૫૦ મી વર્ષગાંઠ નિમિત્તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પુરા ગુજરાતમાં કુલ ત્રણ રૂટ પર “છાત્ર શક્તિ યાત્રા” નું આયોજન કરવામાં આવશે. યાત્રા થકી ગુજરાતના વિદ્યાર્થી જગતને પોતાના પરાક્રમી ઈતિહાસ નું ગૌરવ દરેક કેમ્પસ સુધી પહોચે અને તે આંદોલન ની મહત્વતા અને શક્તિથી આજના યુવાનોને અવગત થાય તે હેતુથી આ યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. નવનિર્માણ આંદોલનની આગામી ૨૦ ડિસેમ્બરે ૫૦ મી વર્ષગાંઠ ના દિવસે જ મોરબી, કર્ણાવતી અને સુરત એમ ત્રણ સ્થાન ઉપરથી યાત્રા નો શુભારંભ થશે. અને અલગ અલગ જિલ્લાઓમાં કેમ્પસ કેમ્પસમાં જાહેર સભાઓ દ્વારા નવનિર્માણ આંદોલન ના સ્મૃતિ રથ નુ સ્વાગત ઠેર ઠેર કોલેજ કેમ્પસઓ અને જિલ્લાઓ મા કરવામાં આવશે.
આગામી તા. ૬,૭ અને ૮ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ અ.ભા.વિ.પ ગુજરાત પ્રદેશ નું પ્રદેશ અધિવેશન કર્ણાવતી મહાનગર ખાતે યોજવા જઈ રહ્યું છે. આ અધિવેશનમાં સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી છાત્ર નેતાઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં સહભાગી થશે. અ.ભા.વિ.પ નુ અધિવેશન એ છાત્ર શક્તિનું અનેરુ સંગમ છે. આ અધિવેશન એ ચોક્કસપણે ગુજરાતના શિક્ષણ જગતને નવી દિશા આપવાનું કાર્ય કરશે. સમાજના પ્રશ્નો ની સાથે જ શૈક્ષણિક જગતના અનેકો પ્રશ્નો પર ચિંતન મનન કરીને વિદ્યાર્થીઓ દ્વારા આ અધિવેશનમાં આગામી વિદ્યાર્થી પરિષદની વિદ્યાર્થીઓ માટેની હિતાવહ દિશા નક્કી કરવામાં આવશે. જેમાં જિલ્લા સ્તરીય અને રાજ્ય સ્તરીય વિષય અને પ્રશ્નો પર ગંભીરતાથી ચિંતન મનન કરવામાં આવશે. અધિવેશનમાં સમગ્ર ગુજરાતમાંથી કુલ 1200 જેટલા વિદ્યાર્થી પ્રતિનિધિ ઓ ઉપસ્થિત રહેશે. મોરબી કર્ણાવતી અને સુરત થી નીકળેલી છાત્ર શક્તિ યાત્રા વિવિધ જિલ્લાઓ અને કેમ્પસમાં થઈને વિધિવત રીતે તા. 6 જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ અધિવેશન સ્થાન પર પધારશે. જ્યાં તે યાત્રાનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવશે. આમ ગુજરાતના ગૌરવશાળી ઇતિહાસથી લઈને વિદ્યાર્થીના વર્તમાન શિક્ષણ ની ચિંતા કરતું આ અધિવેશન છાત્ર શક્તિને ધધતહકતી રાખવા અને ભારતીય શિક્ષણને ઉચ્ચતમ કક્ષાએ પહોંચાડવા માટે આ અધિવેશન માઈલસ્ટોન તરીકે પ્રસ્થાપિત થશે, સાથે જ વિદ્યાર્થીઓમાં નવીન ઉર્જા સંચય કરવાનું પણ કાર્ય કરશે.