સચિન જીઆઈડીસી વિસ્તારમાં ભીષણ આગનો કોલ મળતા ફાયર બ્રિગેડ ઘટનાસ્થળ તરફ દોડી ગયું છે. એથર કંપનીમાં ભીષણ આગની ઘટના બની છે. કંપનીના પ્લાન્ટમાં સ્ટોરેજ ટેન્કમાં વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળી છે. ઘટના સમયે આસપાસ કામ કરતા ૧૦ કામદાર દાઝી ગયા છે જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
પ્રચંડ વિસ્ફોટ અને આગની ઘટનામાં ઈજાગ્રસ્ત 10જેતલક કામદારોને પ્લાન્ટની બહાર ખસેડવામાં આવ્યા છે જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સુરત મહાનગર પાલિકા અને નોટીફાઈડ એરિયા ઓથોરિટીના ફાયરની ટિમ ઘટના સ્થળે પહોંચી છે જે આગ પર પાણીનો મારો ચલાવી પરિસ્થિતિ પર કાબુ મેળવવા પ્રયત્ન હાથ ધરી રહી છે. એસીપી આર એલ માવાની પણ ટિમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા છે જે ફાયરબ્રિગેડ અને એમ્બ્યુલન્સની અવર-જ્વરની કામગીરી દરમિયાન અડચણ ન આવે તે ઉપર વિશેષ ધ્યાન આપી રહ્યા છે.