યુગાન્ડાની ટીમે ICC Men’s T20 World Cup આફ્રિકા રિઝન ક્વાલિફાયરમાં રવાન્ડાને 9 વિકેટથી હરાવી T20 World Cup 2024 માટે ક્વાલિફાઈ કરી લીધું છે. આવતા વર્ષે T20 World Cup 2024 જૂનમાં વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકાની યજમાનીમાં રમાશે. નામિબિયાએ પહેલાથી જ ICC Men’s T20 World Cup આફ્રિકા રિઝન ક્વાલિફાયર દ્વારા T20 World Cup 2024 માટે તેમની ટિકિટ બુક કરી લીધી હતી.
🚨 Uganda create history 🚨
They have qualified for the #T20WorldCup 2024 and will become only the fifth African nation to feature in the tournament 🔥
Details 👉 https://t.co/TgLrh9MBxw pic.twitter.com/yxMyyTMd4K
— ICC (@ICC) November 30, 2023
ઝિમ્બાબ્વેનું સપનું ચકનાચૂર
યુગાન્ડાએ T20 World Cup 2024 માટે ક્વાલિફાઈ કર્યું હોવાથી ઝિમ્બાબ્વેનું સપનું ચકનાચૂર થઈ ગયું છે અને તે આવતા વર્ષે T20 World Cupમાં ભાગ લઈ શકશે નહીં. ઝિમ્બાબ્વે ODI World Cup 2019 અને ODI World Cup 2023 માટે ક્વાલિફાઈ કરી શક્યું ન હતું, જ્યારે T20 World Cupની વાત કરીએ તો T20 World Cup 2022માં તેનું પ્રદર્શન સારું રહ્યું હતું અને તેણે પાકિસ્તાનને હરાવ્યું હતું.
ક્વાલિફાયરમાં 7 ટીમોએ ભાગ લીધો
ઝિમ્બાબ્વેએ T20 World Cup 2022માં ત્રણ મેચ જીતી હતી. જેમાં પાકિસ્તાન સામે તેને 1 રનથી જીત મળી હતી. ICC Men’s T20 World Cup આફ્રિકા રિઝન ક્વાલિફાયરમાં 7 ટીમોએ ભાગ લીધો જેમાંથી ટોપ-2 ટીમે T20 World Cup 2024માં રમશે. યુગાન્ડા તેની 6 મેચમાંથી 5 મેચ જીતીને T20 World Cup 2024 માટે ક્વાલિફાઈ કરી ચુક્યું છે. ઝિમ્બાબ્વે સામે યુગાન્ડાએ 5 વિકેટથી જીત મેળવી હતી.
T20 World Cup 2024 માટે અત્યાર સુધી ક્વાલિફાઈ થયેલી ટીમો
વેસ્ટ ઈન્ડિઝ, યુ.એસ.એ, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ભારત, નેધરલેન્ડ, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, સાઉથ આફ્રિકા, શ્રીલંકા, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, આયર્લેન્ડ, સ્કોટલેન્ડ, પપુઆ ન્યુ ગીની, કેનેડા, નેપાળ, ઓમાન, નામીબિયા, યુગાન્ડા