AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ તેલંગાણા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનના ચૂંટણી પરિણામોને લઈને કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, હિન્દીભાષી રાજ્યો મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનના પરિણામોએ કોંગ્રેસ માટે મોટો પડકાર ઉભો કર્યો છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ભાજપનો ભગવો લહેરાયો છે અને કોંગ્રેસને ત્રણેય રાજ્યોમાં કરારી હાર મળી છે
હૈદરાબાદથી સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, ભાજપની મોટી જીત છે. આવી સ્થિતિમાં ગઠબંધન ‘INDIA’ માટે હવે 2024 લોકસભામાં પડકાર છે. ત્રણ રાજ્યોના જે પરિણામો આવ્યા છે તે 2024માં કોંગ્રેસ પાર્ટી માટે પણ ખતરો બની શકે છે.
ઓવૈસીએ આગળ કહ્યું કે, છત્તીસગઢમાં અમે લોકો ન લડ્યા અને ત્યાં પણ બીજેપીએ જીત પ્રાપ્ત કરી લીધી છે. તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં AIMIMએ 7 બેઠકો પર જીત મેળવી છે. તેમાં ઓવૈસીના નાના ભાઈ અકબરુદ્દીન ઓવૈસીએ પણ ચંદ્રાયનગુટ્ટા પરથી જીત મેળવી છે.