જનતા દળના નેતા એચડી કુમારસ્વામીએ એક મોટો દાવો કરતાં કહ્યું છે કે કોંગ્રેસના એક પ્રભાવશાળી નેતા કેન્દ્ર દ્વારા એમના સામે નોંધાયેલ કેસથી બચવા માંગે કે અને એ કારણે તે ભારતીય જનતા પાર્ટી એટલે કે ભાજપમાં જોડાઈ શકે છે. પૂર્વ મુખ્યમંત્રીનો દાવો હતો કે મંત્રી ’50થી 60 ધારાસભ્યો’ સાથે વાત કરી છે અને તેઓ કોંગ્રેસ પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈ શકે છે, તેઓ હાલમાં ભાજપના નેતાઓ સાથે ‘વાતચીત’ કરી રહ્યા છે.
A (Congress) minister may join the BJP with the support of 50-60 Congress MLAs. Karnataka government might fall soon. Anything can happen. No one has any honesty and loyalty left in them," said JD(S) leader and former CM HD Kumaraswamy in Hassan yesterday. pic.twitter.com/iab3ykTQP7
— ANI (@ANI) December 11, 2023
આ સરકાર ક્યારે પડી જશે તેની ખબર નથી
કુમારસ્વામીએ એમ પણ દાવો કર્યો કે કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર ગમે ત્યારે પડી શકે છે. તેમણે કહ્યું કે કર્ણાટક કોંગ્રેસમાં બધુ બરાબર નથી ચાલી રહ્યું અને રાજ્યમાં કોંગ્રેસની હાલત મહારાષ્ટ્ર જેવી થઈ શકે છે. તેમણે રવિવારે એક વાતચીત દરમિયાન આ દાવો કર્યો હતો . પૂર્વ સીએમ એચડી કુમારસ્વામીએ કહ્યું, “કોંગ્રેસ સરકારમાં બધુ બરાબર નથી ચાલી રહ્યું. આ સરકાર ક્યારે પડી જશે તેની ખબર નથી.’
કર્ણાટકમાં ગમે ત્યારે ‘મહારાષ્ટ્ર જેવું કંઈક’ થઈ શકે
જનતા દળ સેક્યુલર ના પ્રદેશ અધ્યક્ષ કુમારસ્વામીએ આગાહી કરી હતી કે મહારાષ્ટ્ર જેવું કંઈક કર્ણાટકમાં ગમે ત્યારે થઈ શકે છે. તેમણે કહ્યું કે, વર્તમાન રાજકીય વાતાવરણને જોતા કંઈ પણ થઈ શકે છે. કેન્દ્રએ તે નેતા સામે એવા કેસ નોંધ્યા છે કે તેનાથી બચવાની કોઈ શક્યતા નથી. જો કે, જ્યારે નેતાનું નામ પૂછવામાં આવ્યું ત્યારે કુમારસ્વામીએ કહ્યું કે નાના નેતાઓ પાસેથી આવા કામની અપેક્ષા ન કરી શકીએ, આ કામ માત્ર ‘પ્રભાવશાળી નેતા’ જ કરી શકે છે.