રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા આજે મોટી કાર્યવાહી કરતા દેશના ચાર રાજ્યોમાં 19 સ્થળ પર દરોડા પાડ્યા હતા, જેમાં એજન્સીની ટીમે કર્ણાટક, દિલ્હી, મહારાષ્ટ્ર અને ઝારખંડમાં પહોંચીને દરોડા પાડ્યા છે.
National Investigation Agency (NIA) is conducting searches at 19 locations in South India by busting a highly radicalised Jihadi terror group pic.twitter.com/oYnsKJjnaW
— ANI (@ANI) December 18, 2023
NIAને દરોડા દરમિયાન આ વસ્તુઓ મળી
આજે આતંકવાદ વિરોધી એજન્સી NIAએ એક્શનમાં લેતા ચાર રાજ્યોમાં દરોડા પાડતા કટ્ટરપંથી જેહાદી આતંકવાદી જૂથનો પર્દાફાશ થયો છે. તપાસ એજન્સીએ ISIS નેટવર્ક કેસમાં આ દરોડા પાડ્યા છે. NIA દ્વારા કુલ 19 સ્થળોએ દરોડા પાડ્યા છે જેમાં કર્ણાટકના 11, ઝારખંડના ચાર, મહારાષ્ટ્રના ત્રણ અને દિલ્હીમાં એક ઠેકાણે દરોડા પાડ્યા છે. અત્યાર સુધીમાં દરોડા દરમિયાન એજન્સીને બેનામી રકમ, હથિયાર, સંવેદનસીલ દસ્તાવેજો સહિત અનેક ડિજિટલ ઉપકરણ મળ્યા છે જેને જપ્ત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે જ મહારાષ્ટ્રના 40થી વધુ સ્થળોએ તેમજ બેંગ્લોરમાં દરોડા પાડ્યા હતા જેમાં 15 કરતા પણ વધારે લોકોની ધરપકડ કરી હતી.
NIA શું છે?
રાષ્ટ્રીય તપાસ એજન્સી ભારત સરકાર દ્વારા સ્થાપિત એક સંઘીય તપાસ એજન્સી છે જે આતંકવાદ સંબંધિત પ્રવૃતિઓની તપાસ અને તેના પર કાર્યવાહી કરવા માટે સ્વતંત્ર છે. આ એજન્સીની સ્થાપના 31 ડિસેમ્બર 2008ના મુંબઈ આતંકવાદી હુમલા બાદ કરવામાં આવી હતી. આ ભારતની સૌથી શક્તિશાળી તપાસ એજન્સીમાંથી એક છે અને તેના દેશભરમાં કાર્યાલય છે.