આજે દિલ્હીમાં વિપક્ષી ગઠબંધન I.N.D.I.Aની બેઠક થોડીવારમાં જ શરુ થાય તે પહેલા જ કોંગ્રેસ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં પાંચ સભ્યોની નેશનલ એલાયન્સ કમિટી બનાવી છે.
Congress constitutes a 5-member National Alliance Committee in the run-up to the 2024 General Elections.
Mukul Wasnik to be the Convener of the Committee that will have senior leaders Ashok Gehlot, Bhupesh Baghel, Salman Khurshid and Mohan Prakash as the members. pic.twitter.com/aZQJQ4lrLG
— ANI (@ANI) December 19, 2023
કોંગ્રેસે નેશનલ એલાયન્સ કમિટી બનાવી
આજે દિલ્હીમાં વિપક્ષી ગઠબંધન I.N.D.I.Aની બેઠક શરુ થાય તે પહેલા જ કોંગ્રેસ પાર્ટી દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં આગામી લોકસભાની ચૂંટણી માટે પાંચ સભ્યોની નેશનલ એલાયન્સ કમિટી બનાવી છે. આ કમિટીમાં રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત, ભૂપેશ બઘેલ, મુકુલ વાનસિક અને મોહન પ્રકાશના નામ સામેલ છે. વાસનિકને સંયોજક બનાવાયા છે. અશોક ગેહલોત અને ભૂપેશ બઘેલને એવા સમયે નેશનલ એલાયન્સ કમિટીમાં સામેલ કરવામાં આવ્યા છે જ્યારે તાજેતરમાં યોજાયેલી પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને રાજસ્થાન અને છત્તીસગઢમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
દિલ્હીમાં ગઠબંધનની બેઠક યોજાશે
દિલ્હીમાં ‘I.N.D.I.A ગઠબંધનની બેઠકમાં કોંગ્રેસના સોનિયા ગાંધી, રાહુલ ગાંધી તેમજ પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સામેલ થશે. આ બેઠકમાં સપા નેતા અખિલેશ યાદવ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, બિહારના સીએમ નીતીશ કુમાર, RJD ચીફ લાલુ પ્રસાદ યાદવ સહિતના નેતા પણ ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે પહેલા આ બેઠક 6 ડિસેમ્બરે યોજાનાર હતી પરંતુ કેટલાક નેતાઓએ બેઠકમાં હાજરી આવવાનો ઈન્કાર કરતા આ બેઠક ટળી હતી અને બાદમાં તેની તારીખ લંબાવીને 19મી ડિસેમ્બર નકકી કરવામાં આવી હતી.