ભારતીય રિઝર્વ બેંક (RBI)એ વૈકલ્પિક રોકાણ ફંડ (AIF) દ્વારા જૂની લોન પૂરી કરવા માટે નવી લોન લેવાની વ્યવસ્થા પર અંકુશ લગાવવા માટે એક મોટો નિર્ણય લીધો છે જેમાં RBIએ બેંકો, નોન-બેંકિગ નાણાકીય કંપનીઓ અને નાણાકી સસ્થાઓ સાથે હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓને ભવિષ્યમાં આવું ન કરવા કહેવાયું છે. RBI દ્વારા જાહેર કરાયેલી એક એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે બેંક અને નોન-બેંકિગ નાણાકીય કંપનીઓ (NBFC) તેવા વૈકલ્પિક રોકાણ ફંડની કોઈપણ યોજનામાં રોકાણ કરી શક્શે નહીં, જેણે છેલ્લા 12 મહિનામાં નાણાકીય સંસ્થા પાસેથી લોન લીધી હોય તેવા ધિરાણકર્તાની કંપનીમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રોકાણ કર્યું હોય.
આ AIFની શ્રેણીમાં આવે છે
વેન્ચર કેપિટલ ફંડ એન્જલ ફંડ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ, પ્રાઈવેટ ઈક્વિટી ફંડ અને હેજ ફંડ સહિત કેટલીક અન્ય સંસ્થાઓ વૈકલ્પિક રોકાણ ફંડની શ્રેણીમાં આવે છેં રિઝર્વ બેંકે એક પરિપત્ર જાહેર કરીને જણાવ્યું હતું કે AIF સાથે સંકળાયેલા કેટલાક RE વ્યવહારો જે નિયમનકારી ચિંતાઓ સાથે જોડાયેલા છે તે અમારા ધ્યાન પર આવ્યા છે. રિઝર્વ બેંકે કહ્યું છે કે AIF દ્વારા જૂની લોન ચૂકવવા માટે નવી લોન આપવાની વ્યવસ્થાને રોકવા માટે આ નવા પગલા લેવામાં આવ્યા છે.
30 દિવસમાં જ રોકાણને પૂર્ણ કરવાનું રહેશે
બેંકો અને NBFC તેમની નિયમિત રોકાણની પ્રવૃતિઓ હેઠળ AIFના એકમોમાં રોકાણ કરે છે. માર્કેટ રેગ્યુલેટર સેબીએ AIF દ્વારા રોકાણ કરવા અંગેની માહિતી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા સાથે શેર કરી હતી. RBIએ કહ્યું કે બેંક અને NBFC AIFની કોઈપણ યોજનામાં રોકાણ કરી શકે નહીં, જેણે નાણાકીય સંસ્થા પાસેથી લોન લેનાર ધિરાણકર્તાની કંપનીમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રોકાણ કર્યું હોય. આ ઉપરાંત RBIએ નાણાકીય સંસ્થાઓને કહ્યું છે કે 30 દિવસમાં જ આવા રોકારણને બંધ કરવાની જરુર પડશે. જો બેંક અને NBFC નિર્ધારિત સમય પર રોકાણ બંધ કરી શક્તા નથી, તો એવા રોકાણ માટે 100 ટકા જોગવાઈ કરવી પડશે.