ભારતીય નૌસેના દ્વારા એક બેઝ (બંકર) તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેનું INS વર્ષા (INS Varsha) નામ આપવામાં આવ્યું છે. ત્યા ભારતની પરમાણુ સબમરીન રાખવામાં આવશે. ખાસ વાત એ છે કે, બેઝ પર પરમાણુ સબમરીનને કોઈ જોઈ શકશે નહીં, કારણે કે, અન્ડરગ્રાઉન્ડ બેઝ તૈયાર કરવામાં આવ્યો છે.
INS વર્ષા નૌસેનાના બેઝ
વિશાખાપટ્ટનમ બદર પર નૌસેના અને શિપિંગ મંત્રાયલના જહાજોનું અવર જવર રહે છે. વિઝાગમાં બધા જ જહાજો પાર્ક કરવા માટે જગ્યા હવે બચી નથી. વર્ષ 2006માં અહી 15 યુદ્ધ જહાજો તૈનાત કરવામાં આવતા હતા. પરંતુ હવે તે વધીને 46 થઈ ગયા છે. જોકે, INS વર્ષા નૌસેનાના બેઝમાં 8થી 12 સબમરીન પાર્ક કરી શકાશે.
નૌસેનાની તાકાતમાં થશે વધારો
INS Varshaને પ્રોજેક્ટ વર્ષ હેઠળ તૈયાર કરવામાં આવી રહ્યો છે. તે નેવલ અલ્ટરનેટિવ ઓપરેશન બેઝ (NAOB) હશે. માહિતી અનુસાર આ પ્રોજેક્ટ આવતા વર્ષે પૂર્ણ થઈ જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2018માં આ બેઝ બનાવવાની મંજૂરી આપી હતી. ત્યારથી જ તેની કામગીરી ઝડપથી આગળ વધી રહી છે. જેથી નૌસેનાની તાકાતમાં થશે વધારો.
અન્ડરગ્રાઉન્ડ બેઝમાં સબમરીન રાખવામાં આવશે
રામબિલી નૌસેનાના આ બેઝ આંધ્ર પદેશના અનાકાપલ્લે જિલ્લામાં આવેલું છે. તેનું લોકેશન એવું છે કે, ભારતીય નૌસેનાના પૂર્વ અને પશ્ચિમ બને કિનારાની સુરક્ષા સરળતાથી કરી શકે છે. ઓપન સોર્સ સેટેલાઈટ તસવીર દર્શાવે છે કે, પહેલા તબક્કામાં જ ડઝનબંધ ટનલ બનાવવામાં આવી છે. એટલે કે, આ બેઝ અંન્ડરગ્રાઉન્ડ હશે. જે જમીન પર દેખાશે નહીં.
આ બેઝ પરમાણુ કેન્દ્રની નજીક છે
નૌસેનાના આ અન્ડરગ્રાઉન્ડ બેઝની અંદર 8થી 12 પરમાણુ સંચાલિત બેલેસ્ટિક સબમરીન અને અસોલ્ટ સબમરીન રાખવામાં આવશે. આ બેઝ ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (BARC)ની સુવિધા નજીક છે. જેના કારણે આ સુવિધા પણ વધુ સુરક્ષિત રહેશે. NAOB પાસે પાણીની અંદર ટનલ હશે, જેની અંદર સબમરીન રાખવામાં આવશે.
આ સાથે અહીં અનેક પ્રકારના નૌકાદળના યુદ્ધ જહાજો પણ તૈનાત કરી શકાશે. જે રીતે ભારત પોતાની નૌસેનાની તાકાત વધારી રહ્યું છે, ચીન અને પાકિસ્તાનની હાલત ખરાબ થઈ રહી છે. બેઝનો ઉપરનો ભાગ ડુંગરાળ છે, જેની ઉપર જંગલ છે. તે લગભગ 670 હેક્ટરમાં ફેલાયેલું છે. અહીથી BARCનું અંતર માત્ર 20 કિલોમીટર છે.