સોશિયલ મીડિયાની દુનિયા ખુબ જ મોટી છે. દુનિયાભરમાં અરબો લોકો સોશિયલ મીડિયા એપ્સનો ઉપયોગ કરે છે. આ જ કારણ છે કે આપણા જીવનમાં સોશિયલ મીડિયાનો વપરાશ ખુબ જ વધી ગયો છે. જો કે ઘણા લોકો એવા પણ છે જે આ મોહમાયાથી દુર જવા ઈચ્છે છે. 2023માં લાખો લોકોએ ઈન્ટરનેટ પર સોશિયલ મીડિયા એપ્સને ડિલીટ કરવાની રીતો શોધી, આ વર્ષે જે એપ્લિકેશનને સૌથી વધારે ડિલીટ કરવા માટે સર્ચ કરવામાં આવી છે, તે એપ્લિકેશનનું નામ છે ઈન્સ્ટાગ્રામ.
અમેરિકા બેસ્ડ ટેક ફર્મ ટીઆરજી ડેટા સેન્ટરના રિપોર્ટે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. મેટાનું ઈન્સ્ટાગ્રામ તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે, જેને આ વર્ષે સૌથી વધારે લોકોએ ડિલિટ કર્યુ છે. ત્યારે 2023માં મેટાની જ Threads એપ્લિકેશન લોન્ચ થયાના 5 દિવસની અંદર 10 કરોડ યૂઝર્સ મેળવ્યા હતા પણ હાલમાં તેના એક્ટિવ યૂઝર્સની સંખ્યા લગભગ 80 ટકા ઘટી ગઈ છે.
આ એપ્લિકેશન થઈ સૌથી વધારે ડિલિટ
રિસર્ચમાં સામે આવ્યું કે દુનિયાભરમાં બીજી સોશિયલ મીડિયા એપના મુકાબલે લોકોએ ઈન્સ્ટાગ્રામને ડિલીટ કરવામાં સૌથી વધારે રસ બતાવ્યો છે. ગ્લોબલી દર મહિને 10 લાખથી વધારે લોકોએ હાઉ ટુ ડિલિટ માય ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ સર્ચ કર્યુ. આ આંકડો બતાવે છે કે ગ્લોબલ લેવલ પર દર 1 લાખ લોકોમાંથી 12,500 સર્ચ ઈન્સ્ટગ્રામને ડિલિટ કરવાની રીતો શોધવા માટે કરવામાં આવ્યા.
સૌથી વધારે આ 5 એપ્સથી મોહભંગ
રિસર્ચર્સે 12 મહિનામાં ચેક કર્યુ કે દર મહિને એવરેજ કેટલી વખત કોઈ સોશિયલ મીડિયા એપને ડિલિટ કરવાની રીત સર્ચ કરવામાં આવી. રિપોર્ટ મુજબ 2023માં દર મહિને એવરેજ 10.20 લાખ લોકોએ ઈન્સ્ટાગ્રામ, 1.28 લાખ લોકોએ સ્નેપચેટ, 1.23 લાખ લોકોએ ટ્વીટર, 71,700 લોકોએ ટેલિગ્રામ અને 49,000 લોકોએ ફેસબુકને ડિલિટ કરવાના રસ્તા શોધયા.
સ્ટડીમાં સામેલ રિસર્ચર્સનું માનવુ છે કે ઈન્સ્ટાગ્રામ પર એડ, ઈન્ફ્લુએન્સર્સ દ્વારા કરવામાં આવેલી બ્રાન્ડિંગ જેવા ઘણા ડેવલપમેન્ટસે લોકોને આ પ્લેટફોર્મથી દુર કર્યા છે. તમને જણાવી દઈએ કે આ ફોટો-વીડિયો શેયરિંગ પ્લેટફોર્મ પર હાલમાં પણ 2 અરબથી વધારે યૂઝર્સ છે. જો લાખો લોકો દર મહિને ઈન્સ્ટાગ્રામને ડિલિટ કરવા વિશે વિચારશે તો આગામી સમયમાં આ એપ માટે મુશ્કેલ સ્થિતિ ઉભી થઈ શકે છે.