વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગેરંટીવાળા રથ દ્વારા દરેક પરિવારને સરકારી યોજનાનો લાભ પહોંચાડાશે – જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ
સરકારની વિવિધ યોજનાઓનો છેવાડાના નાગરિક સુધી લાભ પહોંચાડવા સરકાર કટિબદ્ધ – ધારાસભ્ય રાજેશ ઝાલા
સરકારની લોક કલ્યાણકારી યોજનાઓનો લાભ દેશના પ્રત્યેક ગામના નાગરિકો સુધી પહોંચે તે હેતુથી શરૂ થયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે કપડવંજ શહેરમાં આવી પહોંચી હતી.કપડવંજ નગર સેવા સદન દ્વારા ટાઉનહોલમાં યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટે ઉપસ્થિત નગરજનો અને લાભાર્થીઓ સાથે પોતાની આગવી શૈલીમાં સંવાદ કર્યો હતો અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગેરંટી વાળા રથ ધ્વારા છેવાડાના નાગરિકોને પણ સરકારની સહાય પહોંચે તે માટે પ્રયત્નો થઈ રહ્યા હોવાનું તેઓએ જણાવ્યું હતું અને સરકારની વિવિધ ૧૭ જેટલી યોજનાઓની સરળતાથી સમજ આપી હતી સાથે સૌને આ યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો.
કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ શરૂ થયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા ધ્વારા સરકારની તમામ જન કલ્યાણકારી યોજનાઓ ઘર-ઘર સુધી પહોંચાડવામાં આવી રહી છે. વંચિત લાભાર્થીઓને આવરી લઇ સો ટકા લક્ષ્યાંક હાંસલ કરવાના નિર્ધાર સાથે આ યાત્રા ગામડાઓમાં ઠેર-ઠેર ભ્રમણ કરી રહી છે.તેમ જણાવ્યું હતું . વધુમાં તેઓએ જાણકારીના અભાવે છેવાડાના માનવી સુધી યોજનાઓનો લાભ પહોંચતો ન હોય તો તેમના સુધી જઈને યોજનાનો લાભ અપાવવા માટે આ “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” યોજવામાં આવી રહી છે. કોઈને બીજાના આધારે રહેવું ન પડે અને તમામ નાગરિકો સ્વમાનભેર જીવન જીવી શકે અને આત્મનિર્ભર બને તે માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ દ્વારા સહાય પૂરી પાડવામાં આવી રહી છે. તેમ જણાવ્યું હતું.
કપડવંજ નગર સેવા સદનના પ્રમુખ વષૉ પંચાલે સ્વાગત પ્રવચન સાથે શહેરના તમામ પરિવારો સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચે તે માટેની કટિબદ્ધતા દર્શાવી હતી.
કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા હેઠળ ૧૭ જેટલી સરકારી યોજનાઓના કાર્યરત સ્ટોલની મુલાકાત લીધી હતી. તથા વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સરકારી યોજનાના લાભ તથા પ્રમાણપત્ર આપ્યા હતાં. કાર્યક્રમ દરમિયાન શહેરના નાગરિકોએ સ્થળ ઉપર લાભ લીધા હતા. આ ઉપરાંત ઉપસ્થિત સર્વેએ મોદીજીની રથમાં વાત સાંભળી હતી તેમજ શપથ લીધા હતાં.
કાર્યક્રમમાં એમ.પી. મ્યુનિસિપલ હાઇસ્કુલની વિદ્યાર્થીઓનીએ સ્વાગત ગીત, પ્રાથૅના, ધરતી કહે પુકાર અને મેરી કહાની મેરી જુબાનીના લાભાર્થીઓએ પોતાના સરકારી યોજનાઓના લાભોના અનુભવો જણાવ્યા અને લોકોને સરકારી યોજનાઓનો લાભ લેવા વિનંતી કરી હતી.આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી અનિલ ગોસ્વામી, ચીફ ઓફિસર કૈલાશબેન પ્રજાપતિ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ સેજલ બ્રહ્મભટ્ટ, જિલ્લા સહકારી સંઘના ચેરમેન જયેશ પટેલ, નગરપાલિકા ઉપપ્રમુખ નીરવ પટેલ, જિલ્લા યુવા મોરચા પ્રમુખ વિરાગ શાહ, મહામંત્રી અમરસિંહ રાઠોડ,શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિત શહેરના અગ્રણીઓ,અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતાં.