શ્રમિક હિતને રાષ્ટ્રહિત સાથે સાંકળીને દેશના સમગ્ર શ્રમિક જગતના પ્રશ્નોને દેશના સ્તરે અને આંતરરાષ્ટ્રીય સ્તરે વાંચે આપીને નિરાકરણ લાવવાનું કામ કરતું સંગઠન એટલે ભારતીય મજદૂર સંઘ. સમગ્ર ગુજરાતમાં સંઘના 151 થી વધુ જુદા જુદા વિભાગો છે જેમાંથી 750 થી વધુ લોકો આગામી તારીખ 6 જાન્યુઆરીના રોજ વડતાલ ખાતે યોજાયેલા અધિવેશનમાં ભાગ લેનાર છે.
આ કાર્યક્રમ દરમિયાન શ્રમિકોના લાભ માટે ESI નો અમલ કરવામાં આવે, કોન્ટ્રાક કાયદાની અમલવારી બાબતે પણ ચર્ચા કરવામાં આવશે.
રાજ્યની નગરપાલિકાઓના રોજમદારોને એકાઉન્ટ કર્મચારીઓને કાયમી કરી પગાર તથા લાભો આપવા જેવી બાબતે ચર્ચા કરવામાં આવશે. તેમજ સંગઠિત ક્ષેત્રના શ્રમયોગી માટે કલ્યાણ બોર્ડ બનાવવા અંગેનો પણ ઠરાવ આ અધિવેશનમાં પાસ થનાર છે. તે અંગેની માહિતી ભારતીય પ્રમુખ હરદેવસિંહ જાડેજા તેમજ મહામંત્રી વી પી પરમાર દ્વારા આપવામાં આવી હતી.