હાલ ગુજરાત સહિત દેશ આખામાં વાઇબ્રન્ટ સમિટની ચર્ચા થઈ રહી છે. આ તરફ હવે સામે આવ્યું છે કે, ગુજરાતના ગાંધીનગરમાં વાઈબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કર્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી GIFT સિટી ખાતે ગ્લોબલ ફિનટેક લીડરશિપ ફોરમના દિગ્ગજો સાથે વાર્તાલાપ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગિફ્ટી સિટી ક્લબમાં 25 થી 27 પસંદ કરેલા ફિનટેક જાયન્ટ્સના જૂથ સાથે વાત કરશે. આ પછી ગિફ્ટ સિટીમાં આ દિગ્ગજ લોકોના સૂચનો કેવી રીતે લાગુ કરી શકાય? સરકાર આના પર કામ કરશે. નોંધનિય છે કે, ગુજરાત સરકારે તાજેતરમાં ગિફ્ટ સિટી (ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી)માંથી દારૂના વપરાશને મંજૂરી આપી છે.
PM મોદી ફિનટેકના નેતાઓ સાથે વાત કરશે
ગિફ્ટ સિટીના મેનેજિંગ ડિરેક્ટર અને ગ્રૂપ CEO તપન રેએ જણાવ્યું હતું કે, ગિફ્ટ સિટી દેશમાં અદ્યતન નાણાકીય સેવાઓ પ્રદાન કરવા માટેનું એકમાત્ર કેન્દ્ર છે. ગિફ્ટ સિટી અને વિશ્વના અન્ય ફિનટેક શહેરો વચ્ચે શું અંતર છે તે શોધીને તેને આગળ વધારવામાં આવશે. તપન રેએ જણાવ્યું કે, PM મોદી લગભગ 1 કલાક સુધી ફિનટેક નેતાઓ સાથે વાત કરશે. તેમણે કહ્યું કે, આ બેઠક વાઇબ્રન્ટ ગુજરાત સમિટના મહત્વના કાર્યક્રમોમાંનો એક છે.
મહત્વનું છે કે, આ કાર્યક્રમ સાંજે 5:15 થી 6:15 અને 6:30 સુધી ચાલશે. અધિકારીએ કહ્યું કે, માત્ર વડાપ્રધાનની હાજરીમાં જ ફિનટેક જાયન્ટ GIFT સિટીને વૈશ્વિક સ્તરે લઈ જવા માટે સૂચનો આપશે. અધિકારીએ જણાવ્યું હતું કે આનાથી ગિફ્ટ સિટીને વધારવામાં અને પ્રતિભા લાવવામાં મદદ મળશે અને રહેવા માટે તે વધુ સારું શહેર બનશે.
#WATCH | Gandhinagar, Gujarat: On Vibrant Gujarat Summit, Managing director of Gift City, Tapan Ray says, "…PM Narendra Modi will himself interact with Industry experts in FinTech Leadership Forum… We will invite ideas to make Gift City a globally important financial… pic.twitter.com/5IC3RWRkqG
— ANI (@ANI) January 4, 2024
હાલ કેમ ચર્ચામાં છે ગિફ્ટ સિટી ?
ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી છેલ્લા પખવાડિયાથી સતત સમાચારોમાં છે. સરકારે અહીં પરમિટ સાથે દારૂ પીવાની છૂટ આપી છે. ગુજરાતમાં ગિફ્ટ સિટી એકમાત્ર એવી જગ્યા છે જ્યાં સરકારે 63 વર્ષ જુનો દારૂબંધીને લઈ મોટો નિર્ણય કર્યો છે. આ તરફ હવે રોકાણકારો ગિફ્ટ સિટી માટે ભારે ઉત્સાહ દર્શાવી રહ્યા છે. ગુજરાત સરકારને આશા છે કે, 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટથી ગિફ્ટ સિટીને ઘણો ફાયદો થશે.
વાઇબ્રન્ટ સમિટ દરમિયાન ઘણી કંપનીઓ ગિફ્ટ સિટી તરફ આકર્ષાશે. 2013માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગિફ્ટ સિટીની કલ્પના કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાં આનો સમાવેશ થાય છે. દારૂબંધી હટાવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગિફ્ટ સિટીની મુલાકાત લે તેવો આ પ્રથમ પ્રસંગ હશે. અગાઉ તેઓ ઓસ્ટ્રેલિયાના અગાઉના વડાપ્રધાન સાથે ગિફ્ટ સિટીની મુલાકાતે ગયા હતા.