આજ રોજ ગુજરાત રાજય ખાંડ ઉદ્યોગ સંઘ, ગાંધીનગરની ૬૩ મી વાર્ષિક સાધારણ સભા શ્રી મઢી વિભાગ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિ., મઢી ખાતે મળી જેમાં દર વર્ષે ખાંડ ઉદ્યોગ સંઘ ધ્વારા બેસ્ટ ટેકનીકલ પર્ફોમન્સનો “સ્વ.શ્રી પ્રમોદભાઈ કનૈયાલાલ દેસાઈ એવોર્ડ સમગ્ર પિલાણ સીઝન દરમ્યાન ટેકનીકલ કાર્યદક્ષતાના આધાર પર આપવામાં આવે છે. જે સંસ્થામાં સીંગલ ટેન્ડમ મીલીંગ સીસ્ટમ અને ટર્બાઈનમાં નવીનકરણ કર્યાબાદ સમયની સાથે ઓટોમેશન અને ટેકનોલોજીમાં ફેરફાર કરી ફેકટરીમાં સારૂં સંચાલન થઈ રહેલ છે. જેના લીધે સંસ્થાને શેરડી પિલાણ સીઝન ૨૦૨૧-૨૨ અને ૨૦૨૨-૨૩ માં શ્રી ચલથાણ વિભાગ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિ., ચલથાણને તેમની ટેકનીકલ કાર્યદક્ષતા (પર્ફોમન્સ) ના આધારે “બેસ્ટ ટેકનિકલ પર્ફોમન્સ” પ્રથમ એવોર્ડ છેલ્લા ૨ વર્ષથી મેળવી સિધ્ધી હાંસલ કરી રહયા છે. વર્ષ ૨૦૨૩ માં મઢી ખાતે મહુવાના ધારાસભ્યશ્રી મોહન ઢોડિયા, પૂર્વ સહકાર મંત્રી તેમજ ખાંડ ઉદ્યોગ સંઘના પ્રમુખશ્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે સંસ્થાના પ્રમુખ કેતનભાઈ ચીમનભાઈ પટેલ તેમજ ચલથાણ સુગર ફેકટરીની વ્યવસ્થાપક કમિટિના સભ્યો અને મેનેજીંગ ડીરેકટરશ્રીની ટીમને એનાયત કરવામાં આવ્યો હતો. જે સંસ્થાની સિધ્ધી બદલ સંસ્થાના સભાસદો, અધિકારીઓ અને કામદાર કર્મચારીઓની ટીમમાં ખુશીનો માહોલ છવાયો હતો.