અયોધ્યામાં બની રહેલા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ 22 જાન્યુઆરીના રોજ થવા જઈ રહ્યો છે. આ પહેલા તેને લઈને લોકોમાં જબરદસત ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર અલગ-અલગ પ્રકારના ભજનો શેર કરવામાં આવી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન મોદી પણ સતત ભગવાન રામ પર બનેલા ભજનોને સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે.
स्वस्ति जी का ये भजन एक बार सुन लें तो लंबे समय तक कानों में गूंजता रहता है। आंखों को आंसुओं से, मन को भावों से भर देता है। #ShriRamBhajan https://t.co/0nD3XmAbzk
— Narendra Modi (@narendramodi) January 6, 2024
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વધુ એક ભજન શેર કરતા લખ્યું કે, સ્વસ્તિ જી નું આ ભજન એક વખત સાંભળી લો તો લાંબી સમય સુધી કાનમાં ગુંજતુ રહે છે. આંખોને આંસૂઓથી અને મનને ભાવોથી ભરી દે છે. પીએમ મોદીએ થોડા દિવસો પહેલા લોકોને આગ્રહ કર્યો હતો કે, રામ પર બનેલા ગીત, ભજનો અથવા કાવ્ય કોઈ પણ પ્રકારની સામગ્રીને શ્રી રામ ભજન હૈશ ટૈગ સાથે શેર કરો.
PM મોદી ત્રણ ભજનોને કરી ચૂક્યા છે શેર
આ પહેલા પીએમ મોદીએ બિહારની રહેવાસી ફેમસ યુટ્યૂબર સ્વાતિ મિશ્રાનું રામ આયેંગે ભજન શેર કર્યું હતું અને કહ્યું હતું કે, શ્રી રામલલાના સ્વાગતમાં સ્વાતિ મિશ્રા જી નું આ ભજન મંત્રમુગ્ધ કરનારું છે. ત્યારબાદ તેમણે વધુ એક ફેમસ સિંગર હંસરાજ રઘુવંશીનું ભજન શેર કર્યું હતું અને લખ્યું હતું કે, અયોધ્યામાં પ્રભુ શ્રી રામના સ્વાગતને લઈને સમગ્ર દેશ રામમય બની ગયો છે. રામલલાની ભક્તિમાં ડૂબેલા ભક્તજન આ શુભ દિવસ માટે અલગ-અલગ પ્રકારે પોતાની ભાવના વ્યક્ત કરી રહ્યા છે. ભગવાન શ્રી રામને સમર્પિત હંસરાજ રઘુવંશી જી નું આ ભજન સાંભળો…
તાજેતરમાં જ ફિલ્મ જગતના ફેમસ સિંગર જુબિન નૌટિયાલ અને પાયલ દેવ દ્વારા ગવાયેલું અને મનોજ મુન્તશીર દ્વારા લખાયેલ ગીત શેર કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે, ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠાના શુભ અવસર પર અયોધ્યાની સાથે સમગ્ર દેશ રામમય બની રહ્યો છે. રામલલાની ભક્તિથી ભરપૂર જુબિન નૌટિયાલ જી, પાયલ દેવ જી અને મનોજ મુન્તશીર જીનું આ સ્વાગત ભજન હૃદયને સ્પર્શી જાય તેવું છે.