ઈસરોનું સૂર્ય મિશન આદિત્ય એલ1 પૃથ્વીથી 15 લાખ કિલોમીટર દૂર લેન્ગ્રેજ પોઈન્ટ પહોંચી ગયું છે. ત્યાં પહોંચ્યાં બાદ હવે આદિત્ય એલના હાથે ઘણા મોટા કામો થવાના છે જે ભારતના સ્પેશ મિશન અને પૃથ્વી માટે ખૂબ જરુરી છે.
Congratulations to our scientists as #AdityaL1 has successfully entered the Halo orbit around the L1 point. We are so proud of the accomplishments of our scientists whose tireless efforts are creating new landmarks for others to follow.#AdityaL1Mission #ISRO pic.twitter.com/aBR1tr9Sis
— Lokesh Sharma (@_lokeshsharma) January 6, 2024
ભારતના 50 હજાર કરોડના સેટેલાઈટને સાચવવા
આદિત્ય એલ1નું પહેલુ મોટું કામ ભારતના 50 હજાર કરોડના સેટેલાઈટને સાચવવાનું છે. એટલે હવે આદિત્ય એલ1 અવકાશમાં ઘુમી રહેલા ભારતના 50 હજાર કરોડના સેટેલાઈટને સૂર્યથી સાચવશે.
𝐈'𝐦 𝐠𝐨𝐢𝐧𝐠 𝐭𝐨 𝐞𝐧𝐭𝐞𝐫 𝐇𝐚𝐥𝐨-𝐎𝐫𝐛𝐢𝐭!
Yes, you heard right!
At around 4 pm today, ISRO will perform the final manoeuvres to place the Aditya-L1 spacecraft in the Halo orbit around the L1 point. pic.twitter.com/4Wr6oFAokC
— ISRO InSight (@ISROSight) January 6, 2024
પ્રોજેક્ટ ડાયરેક્ટર નિગાર શાજી શું બોલ્યાં
આદિત્ય-એલ-1 મિશનના પ્રોજેક્ટ ડાયરેક્ટર નિગાર શાજીએ જણાવ્યું છે કે આ મિશન માત્ર સૂર્યનો અભ્યાસ કરવામાં જ મદદ નહીં કરે તે બીજુ એક એક ખાસ કામ કરશે. 400 કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટથી સૌર તોફાન વિશે પણ માહિતી મળશે તે ઉપરાંત ભારતના પચાસ હજાર કરોડ રૂપિયાના પચાસ ઉપગ્રહોને સુરક્ષિત કરવામાં આવશે. જે પણ દેશ આવી મદદ માંગશે તેને પણ મદદ કરવામાં આવશે.
આદિત્ય-એલ1 સ્પેસક્રાફ્ટ શું કરશે?
- સૌર તોફાન, સૌર તરંગોના કારણો અને પૃથ્વીના વાતાવરણ પર તેની શું અસર પડે છે તેનો સ્ટડી કરશે
- આદિત્ય એલ-1 સૂર્યના કોરોનાથી નીકળતી ગરમી અને ગરમ પવનોનો અભ્યાસ કરશે
- સૌર પવનોના વિભાજન અને તાપમાનનો અભ્યાસ કરશે
- સૌર વાતાવરણને સમજવાનો પ્રયાસ કરશે
Union Minister of Science and Technology, @DrJitendraSingh hails #ISRO scientists for injecting #AdityaL1 in the final orbit.
Union Minister says, under the visionary leadership of Prime Minister Modi, ISRO has scripted another success story. pic.twitter.com/ZwvglqGxY7
— All India Radio News (@airnewsalerts) January 6, 2024
સૂર્યનો અભ્યાસ શા માટે
- સૂર્ય આપણો સ્ટાર છે તેમાંથી આપણા સૌરમંડળને ઊર્જા મળે છે.
- સૂર્યની ઉંમર લગભગ 45 કરોડ વર્ષ માનવામાં આવે છે. પૃથ્વી પરનું જીવન સૌર ઊર્જા વિના શક્ય નથી.
- સૂર્યના ગુરૂત્વાકર્ષણને કારણે સોલર સિસ્ટમના બધા ગ્રહો ટકી રહ્યાં છે.
- ન્યુક્લિયર ફ્યુઝન સૂર્યના કેન્દ્રમાં એટલે કે કોરમાં થાય છે. એટલા માટે જ ચારે બાજુ સૂર્ય જાણે આગ ઓકતો હોય તેવું લાગે છે.
- સૂર્યનો અભ્યાસ કરવો જેથી તેના કારણે સોલર સિસ્ટમના બધા ગ્રહોની સમજ પણ વધી શકે છે.
- સૂર્યના કારણે પૃથ્વી પર વિકિરણ, ગરમી, ચુંબકીય ક્ષેત્ર અને ભારિત કણોનો સતત પ્રવાહ રહે છે. આ પ્રવાહને સૌર પવન અથવા સૌર પવન કહેવામાં આવે છે. તે ઉચ્ચ-ઊર્જા પ્રોટોનના બનેલા હોય છે.
- સોલર મેગ્નેટિક ફિલ્ડની જાણકારી મળે છે જે ખૂબ જ વિસ્ફોટક છે.
- કોરોનલ માસ ઇજેકશન (સીએમઇ)ના કારણે સર્જાયેલા સૌર તોફાનથી પૃથ્વીને અનેક પ્રકારનું નુકસાન થવાની સંભાવના છે. તેથી, અવકાશના હવામાનને જાણવું મહત્વપૂર્ણ છે. આ હવામાન સૂર્ય દ્વારા રચાય છે અને ખરાબ થાય છે.