ફિલ્મ અભિનેત્રી નયનતારાની ફિલ્મ ‘અન્નપૂર્ણાની’માં લવ જેહાદને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે અને તેમાં ભગવાન શ્રીરામને માંસાહારી દર્શાવાયા છે તેથી હિન્દુઓની ધાર્મિક લાગણી દૂભાયાનું જણાવી મુંબઈ પોલીસને ફરિયાદ આપવામાં આવી છે.
આ ફિલ્મ થોડા સમય પહેલાં થિયેટરમાં રીલીઝ થઈ હતી. જોકે, તાજેતરમાં તે ઓટીટી પર રીલીઝ થયા બાદ તેની વિવાદાસ્પદ કન્ટેન્ટ તરફ ધ્યાન દોરાયું છે. આ સંદર્ભમાં મુંબીમાં શિવસેનાના એક નેતાએ મુંબઈ પોલીસનાં એલટી માર્ગ પોલીસ મથકે ફરિયાદ આપી છે. ફરિયાદમાં અભિનેત્રી નયનતારા ઉપરાંત ફિલ્મના સર્જકો તથા ફિલ્મ દર્શાવનાર ઓટીટી પ્લેટફોર્મને પણ આરોપી તરીકે ગણવામાં આવ્યાં છે. મહારાષ્ટ્ર સરકારને આ ફિલ્મ પર પ્રતિબંધ મુકવા જણાવાયું છે.
ફરિયાદમાં જણાવાયા અનુસાર મુખ્ય નાયિકાને તે મુસ્લિમ ધાર્મિક વિધિને અનુસરે તો તેની રસોઈ સારી બને તેવું આ ફિલ્મમાં દર્શાવાયું છે. વધુમાં, તેને નોન વેજ રાંધવામાં વાંધો હોય છ ેપરંતુ તેનો એક મિત્ર તેને સમજાવે છે કે વાલ્મિકી રામાયણ અનુસાર ભગવાન શ્રીરામ પણ માંસાહારી હતા તો તેને નોનવેજ સામે કોઈ વાંધો ન હ ોવો જોઈએ.
ફિલ્મનું ટાઈટલ હિંદુઓ જેમને આહારની દેવી માને છે તેવી અન્નપૂર્ણા માતા પરથી અપાયું છે. પરંતુ, આ ફિલ્મમાં હિંદુઓની ધાર્મિક આસ્થા પર અનેક પ્રહાર કરવામાં આવ્યા છે. હવે ઓટીટીના માધ્યમને કારણે આ ફિલ્મ દેશવિદેશના દર્શકો સુધી પહોંચી છે પરંતુ તેના સર્જકો તથા તેેને દર્શાવનારાઓ પર કાયદેસરની કાર્યવાહી જરુરી છે એમ ફરિયાદમાં જણાવાયું છે.