માલદીવ્સમાં આવતા વિદેશીઓમાં ભારતીયો ટોપ પર છે. માલદીવ્સ ટુરિઝમે બહાર પાડેલા આંકડા પ્રમાણે, 2023માં કુલ 2.09 લાખથી વધારે ભારતીયો વેકેશન માણવા માલદીવ્સ આવેલા. રશિયા બીજા નંબરે અને ચીન ત્રીજા નંબરે હતું. રશિયા-ચીનથી પણ લગભગ બે-બે લાખ પ્રવાસી માલદીવ્સ ગયેલા. 2022માં તો 2.40 લાખ ભારતીયો માલદીવ્સ ફરવા ગયેલા. હવે માલદીવના શાસક પક્ષના નેતાઓના લવારાના કારણે એવી છાપ પડી છે કે, માલદીવ્સ ભારત વિરોધી છે. તેના કારણે માલદીવ્સ આવનારા ભારતીયોની સંખ્યામાં પચાસ ટકાનો પણ ઘટાડો થઈ જાય તો માલદીવ્સને કરોડોનો ફટકો પડી જાય.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત સામે માલદીવ્સના ત્રણ મંત્રીઓએ ગંદી ભાષામાં અપમાનજનક ટિપ્પણી કરી એ મુદ્દો માલદીવ્સના બેવકૂફ રાજકારણીઓએ ધાર્યો પણ નહીં હોય એટલો મોટો થઈ ગયો છે. માલદીવ્સની મોહમ્મદ મૂઈજ્જુની સરકારે ડેમેજ કંટ્રોલ હાથ ધરીને મોદી સામે ખરાબ કોમેન્ટ કરનારા ત્રણ મંત્રી માલશા શરીફ, મરિયમ શિયુના અને અબ્દુલ્લા મહજુમ માજિદને ઘરભેગા તો કરી જ દીધા પણ સ્પષ્ટતા પણ કરવી પડી કે, આ નિવેદનો સાથે માલદીવ્સ સરકારને કંઈ લેવાદેવા નથી.
માલદીવ્સ સરકારે કહ્યું છે કે, આ નિવેદનો ચલાવી લેવાય એવાં નથી તેથી મંત્રીઓને ઘરભેગા કરી દેવાયા છે. માલદીવ્સ ભારત સાથે સારા સંબંધો રાખવા માટે પ્રતિબધ્ધ હોવાની સ્પષ્ટતા પણ કરવી પડી છે. માલદીવ્સના ભૂતપૂર્વ વડાપ્રધાન સહિત સંખ્યાબંધ ટોચના રાજકારણીઓ પણ ભારતની તરફેણમાં બોલી રહ્યા છે.
માલદીવ્સમાં આવતા વિદેશીઓમાં ભારતીયો ટોપ પર છે. માલદીવ્સ ટુરિઝમે બહાર પાડેલા આંકડા પ્રમાણે, 2023માં કુલ 2.09 લાખથી વધારે ભારતીયો વેકેશન માણવા માલદીવ્સ આવેલા. રશિયા બીજા નંબરે અને ચીન ત્રીજા નંબરે હતું. રશિયા-ચીનથી પણ લગભગ બે-બે લાખ પ્રવાસી માલદીવ્સ ગયેલા. 2022માં તો 2.40 લાખ ભારતીયો માલદીવ્સ ફરવા ગયેલા. હવે માલદીવના શાસક પક્ષના નેતાઓના લવારાના કારણે એવી છાપ પડી છે કે, માલદીવ્સ ભારત વિરોધી છે. તેના કારણે માલદીવ્સ આવનારા ભારતીયોની સંખ્યામાં પચાસ ટકાનો પણ ઘટાડો થઈ જાય તો માલદીવ્સને કરોડોનો ફટકો પડી જાય.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત સામે માલદીવ્સના ત્રણ મંત્રીઓએ ગંદી ભાષામાં અપમાનજનક ટિપ્પણી કરી એ મુદ્દો માલદીવ્સના બેવકૂફ રાજકારણીઓએ ધાર્યો પણ નહીં હોય એટલો મોટો થઈ ગયો છે. માલદીવ્સની મોહમ્મદ મૂઈજ્જુની સરકારે ડેમેજ કંટ્રોલ હાથ ધરીને મોદી સામે ખરાબ કોમેન્ટ કરનારા ત્રણ મંત્રી માલશા શરીફ, મરિયમ શિયુના અને અબ્દુલ્લા મહજુમ માજિદને ઘરભેગા તો કરી જ દીધા પણ સ્પષ્ટતા પણ કરવી પડી કે, આ નિવેદનો સાથે માલદીવ્સ સરકારને કંઈ લેવાદેવા નથી.
માલદીવ્સ સરકારે કહ્યું છે કે, આ નિવેદનો ચલાવી લેવાય એવાં નથી તેથી મંત્રીઓને ઘરભેગા કરી દેવાયા છે. માલદીવ્સ ભારત સાથે સારા સંબંધો રાખવા માટે પ્રતિબધ્ધ હોવાની સ્પષ્ટતા પણ કરવી પડી છે. માલદીવ્સના ભૂતપૂર્વ વડાપ્રધાન સહિત સંખ્યાબંધ ટોચના રાજકારણીઓ પણ ભારતની તરફેણમાં બોલી રહ્યા છે.
માલદીવ્સના નેતાઓ ઘાંઘા થઈ ગયા તેનું કારણ ભારત અને ભારતના વડાપ્રધાનના અપમાન સામે ભારતીયોએ આપેલું રીએક્શન છે. સેલિબ્રિટીઝથી માંડીને સામાન્ય લોકો સુધીનાં બધાં સોશિયલ મીડિયા પર માલદીવ્સ સામે આક્રોશ ઠાલવી રહ્યાં છે. માલદીવ્સનો બહિષ્કર કરવાની હાકલ કરતાં હેશટેગ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યાં છે. ભારતીયોના આક્રોશને જોઈને માલદીવ્સના નેતાઓની ફેં ફાટી ગઈ છે. એ લોકોને ખબર છે કે, ભારતને નારાજ કરવું પરવડે એમ નથી.
ભારતીયો માલદીવ્સથી મોં ફેરવી લેશે તો ટુરિઝમ ઈન્ડસ્ટ્રી બેસી જશે ને જંગી રોકાણ કરીને બનાવાયેલા લક્ઝુરીયસ રીસોર્ટ્સને તાળાં મારવાં પડશે. ટુરિઝમ ઈન્ડટ્રી મંદીની લપેટમાં આવી જશે તો હજારો લોકો બેરોજગાર થઈ જશે. માલદીવ્સના અર્થતંત્રને બચાવવા માટે એ લોકો ભારતને માખણ લગાવી રહ્યા છે.
માલદીવ્સે પેટ ચોળીને શૂળ ઉભું કર્યું છે કેમ કે મોદીએ માલદીવ્સ વિશે કશું ખરાબ નહોતું કહ્યું કે ભારતીયોને માલદીવ્સ છોડીને લક્ષદ્વીપ જવાની સલાહ પણ નહોતી આપી. લક્ષદ્વીપ ભારતનો પ્રદેશ છે ને ભારતના વડાપ્રધાન તરીકે મોદી લક્ષદ્વીપનાં વખાણ કરે એ સ્વાભાવિક કહેવાય. માલદીવ્સના નેતાઓએ લક્ષદ્વીપનાં વખાણને માલદીવ્સ વિરોધી માનીને મોદી વિશે અપમાનજનક શબ્દો વાપર્યા તેમાં બબાલ થઈ ગઈ. આ બબાલ એટલી વધી ગઈ કે, માલદીવ્સની હાલત ખરાબ થઈ ગઈ છે.
ટુરિઝમના વિકાસની રીતે ભારત અને માલદીવ્સની સરખામણી શક્ય નથી કેમ કે માલદીવ્સ તો ટુરિઝમ પર જ નભતો દેશ હોવાથી પ્રવાસીઓને આકર્ષવા માટે કલ્પના ના આવે એવાં આકર્ષણો ઉભાં કરાયાં છે. અલબત્ત માલદીવ્સનો ટુરિઝમ બિઝનેસ ભારતીયો પર મોટા પ્રમાણમાં નિર્ભર હોવાથી ભારતીય માલદીવ્સના બહિષ્કારને ગંભીરતાથી લે તો માલદીવ્સને મોટો ફટકો જ ના પડે પણ બૂચ વાગી જાય.
માલદીવ્સમાં લગભગ ૧૭૦ જેટલા વર્લ્ડ ક્લાસ રીસોર્ટ અને ૯૦૦ જેટલાં ગેસ્ટ હાઉસ છે. મોટા ભાગના રીસોર્ટ એવા છે કે એક ટાપુ પર એક જ રીસોર્ટ હોય તેથી રીસોર્ટ ટાપુની સંખ્યા બહુ છે. ચારેબાજુ દરિયા છે અને કોરલ રીફ છે તેથી દરિયાઈ સૌંદર્ય ભરપૂર છે. આ કારણે દુનિયાભરનાં પ્રવાસીઓ માલદીવ્સમાં ઉમટે છે.
ભારતમાંથી બોલીવુડની સેલિબ્રિટીઝ છેલ્લા કેટલાક સમયથી વેકેશન ગાળવા નિયમિત રીતે માલદીવ્સ જાય છે તેથી ભારતીયોમાં છેલ્લા એકાદ દાયકાથી માલદીવ્સનો ક્રેઝ વધ્યો પણ વર્લ્ડ ટુરિઝમ મેપ પર માલદીવ્સ વર્ષોથી હોટ ટુરિઝમ ડેસ્ટિનેશન મનાય છે. એશિયાના બીજા દેશોની સરખામણમાં માલદીવ્સ મોંઘું છે પણ વિદેશી સેલિબ્રિટીઝ મોટા પ્રમાણમાં આવે છે તેથી માલદીવ્સનો ટુરિઝમ બિઝનેસ ધમધમે છે.
ટુરિઝમમાંથી માલદીવ્સ દર વરસે ૪ અબજ ડોલર (લગભગ ૩૩ હજાર કરોડ રૂપિયા)ની કમાણી કરે છે. માલદીવ્સની જીડીપીમાં ટુરિઝમનો ફાળો ૬૦ ટકાની આસપાસ છે અને ૭૦ ટકા નોકરીઓ ટુરિઝમ સાથે જોડાયેલી છે. સાઉથ એશિયામાં માલદીવ્સ નંબર વન ટુરિસ્ટ સ્પોટ છે. દર વર્ષે વીસેક લાખ વિદેશી પ્રવાસીઓ માલદીવ્સમાં આવે છે. સાઉથ એશિયામાં આવતા વિદેશી પ્રવાસીઓમાંથી ૨૪ ટકા પ્રવાસીઓ માલદીવ્સ આવે છે.
માલદીવ્સમાં આવતા વિદેશીઓમાં ભારતીયો ટોપ પર છે. માલદીવ્સ ટુરિઝમે બહાર પાડેલા આંકડા પ્રમાણે, ૨૦૨૩માં કુલ ૨.૦૯ લાખથી વધારે ભારતીયો વેકેશન માણવા માલદીવ્સ આવેલા. રશિયા બીજા નંબરે અને ચીન ત્રીજા નંબરે હતું. રશિયા-ચીનથી પણ લગભગ બે-બે લાખ પ્રવાસી માલદીવ્સ ગયેલા. ૨૦૨૨માં તો ૨.૪૦ લાખ ભારતીયો માલદીવ્સ ફરવા ગયેલા. રશિયા અને ચીન ભારતથી બહુ પાછળ હતાં.
૨૦૨૩માં માલદીવ્સ જનારા ભારતીયોની સંખ્યા ઘટી તેનું કારણ એ હતું કે, પીપલ્સ નેશનલ કોંગ્રેેસના મોહમ્મદ મૂઈજ્જુ માલદીવ્સના પ્રમુખપદે ચૂંટાયા હતા. મૂઈજ્જુ હળાહળ ભારત વિરોધી અને ચીનના પીઠ્ઠુ મનાય છે. મૂઈજ્જુ ઓક્ટોબરમાં પ્રમુખ બન્યા પછી ભારતીયો માટે માલદીવ્સ જવા માટે અનુકુળ માહોલ નથી એવી હવા જામી તેમાં દિવાળીને વેકેશનમાં મોટા પ્રમાણમાં બુકિંગ્સ કેન્સલ થયાં હતાં. તેના કારણે ૨૦૨૨ની સરખામણીમાં ૨૦૨૩માં ભારતીય પ્રવાસીઓની સંખ્યા લગભગ ૩૧ હજાર ઘટી હતી.
હવે માલદીવના શાસક પક્ષના નેતાઓના લવારાના કારણે એવી છાપ પડી છે કે, માલદીવ્સ ભારત વિરોધી છે. તેના કારણે માલદીવ્સ આવનારા ભારતીયોની સંખ્યામાં પચાસ ટકાનો પણ ઘટાડો થઈ જાય તો માલદીવ્સને કરોડોનો ફટકો પડી જાય. ચીન કે બીજો કોઈ દેશ આ નુકસાન ભરપાઈ કરી આપવાનો નથી તેથી માલદીવ્સના સત્તાધીશો ઘાંઘા થયા છે અને ડેમેજ કંટ્રોલમાં લાગ્યા છે.
ભારતીયોએ માલદીવ્સના નેતાઓની વાતોમાં આવવા જેવું નથી. માલદીવ્સને ભારતે વરસો સુધી મદદ કરી છે અને તેના અર્થતંત્રને સધ્ધર રાખ્યુ છે. માલદીવ્સની તો પોતાનું રક્ષણ કરવાની પણ તાકાત નથી ત્યારે ભારતે પોતાનું લશ્કર મોકલીને માલદીવ્સની સુરક્ષા પણ કરી છે.
માલદીવ્સના શાસકો અહેસાનફરામોશ નિકળ્યા અને ભારતના ઉપકારોને ભૂલીને ચીનના ખોળામાં જઈને બેઠા છે. ચીનને હિંદ મહાસાગરમાં ભારતને ભિડાવવામાં રસ છે તેથી માલદીવ્સમાં પગપેસારો કરી રહ્યું છે. ચીનના ખિલે કૂદાકૂદ કરતા માલદીવ્સના શાસકો લાંબા સમયથી ભારત વિરોધી વલણ બતાવી જ રહ્યા છે ત્યારે હવે ભારતે પણ માલદીવ્સને તેની હૈસિયત બતાવવી જોઈએ.
માલદીવ્સનો બહિષ્કાર કરીને ભારતીયોએ પોતાના દેશપ્રેમનો પરિચય આપવો જોઈએ. દુનિયામાં ફરવા જવા બહુ બધાં સ્થળો છે, ભારતમાં જ એવાં સ્થળોની કમી નથી ને માલદીવ્સ નહીં જઈએ તો મરી નથી જવાના એમ સમજીને ભારતીયો વર્તે તો માલદીવ્સને તેની હૈસિયત શું છે એ ખબર પડી જ જશે.’
માલદીવ્સની વસતી માત્ર સવા પાંચ લાખ, અમદાવાદથી અડધો વિસ્તાર
માલદીવ્સની ભારતની સરખામણીમાં વિસ્તાર કે વસતી કોઈ રીતે સરખામણી થઈ શકે તેમ નથી. માંડ સવા પાંચ લાખની વસતી ધરાવતો માલદીવ્સની વસતી ૨૬ ‘અટોલ’ પર વસે છે. ‘અટોલ’ એટલે કોરલ રીફના બનેલા ટાપુ કે જેને પ્રવાલદ્વીપ કહેવાય છે. આ સિવાય બીજા નાના નાના ટાપુ પણ છે કે જ્યાં લોકો રહેતાં નથી પણ પ્રવાસન માટે રીસોર્ટ બનાવેલા છે. માલદીવ્સનો વિસ્તાર અમદાવાદથી પણ ઓછો છે. ૨૯૮ ચોરસ કિલોમીટર એટલે કે અમદાવાદ કરતાં પણ અડધો વિસ્તાર ધરાવતો માલદીવ્સ દુનિયાના સૌથી નાનકડા દેશોમાં એક છે.
માલદીવ્સમાં બહુમતી મુસ્લિમો છે. કુલ વસતીના ૯૮ ટકાથી વધારે મુસ્લિમ છે અને બધા સુન્ની છે. એકાદ ટકા ખ્રિસ્તી છે અને અડધો ટકાની આસપાસ બીજાં ધર્મનાં લોકો છે. એક સમયે માલદીવ્સમાં બૌધ્ધધર્મીઓનું પ્રમાણ વધારે હતું પણ સત્તરમી સદીમાં મુસ્લિમો દ્વ્રારા મોટા પાયે કરાયેલા ધર્માંતરણને પગલે મુસ્લિમોની વસતી થઈ ગઈ.
માલદીવ્સ ૧૭૯૬થી બ્રિટિશ શાસન હેઠળ આવ્યું અને ૨૬ જુલાઈ, ૧૯૬૫ના રોજ બ્રિટિશ શાસનમાંથી સંપૂર્ણ મુક્ત થયું પછી લોકશાહી દેશ છે.
માલદીવ્સના પ્રમુખનો ‘ઈન્ડિયા આઉટ’નો નારો
માલદીવ્સમાં અત્યારે પીપલ્સ નેશનલ કોંગ્રેસના મોહમ્મદ મૂઈજ્જુ પ્રમુખ છે. મૂઈજ્જુ પહેલાંના પ્રમુખ ઈબ્રાહીમ મોહમ્મદ સોલિહ ભારતતરફી હોવાથી ભારત મોહમ્મદ સાલિહ ફરી જીતે એવું ઈચ્છતો હતો પણ ચીને પૈસા વેરીને મોહમ્મદ મૂઈજ્જુને જીતાડી દીધા.
મૂઈજ્જુએ માલદીવ્સમાંથી ભારતીય લશ્કરને દૂર કરવા સહિતના ભારત વિરોધી નિર્ણયો લીધા છે. મૂઈજ્જુ આવતા મહિને ચીન પણ જવાના છે. ચૂંટણી વખતે જ મૂઈજ્જુએ ‘ઈંડિયા આઉટ’નો નારો આપીને ભારતને માલદીવ્સમાંથી બહાર કરવાનો ઈરાદો વ્યક્ત કરી દીધેલો. મૂઈજ્જનું કહેવું છે કે, સોલિહના શાસનમાં માલદીવ્સના સાર્વભૌમત્વ અને સ્વતંત્રમાં ભારતની દખલગીરી બહુ વધી ગઈ છે. માલદીવ્સને બચાવવું હોય તો ભારતને કાઢવું જરૂરી છે. માલદીવ્સમાં ૯૮ ટકા વસતી મુસ્લિમ છે. આ ભારત વિરોધી પ્રચાર તેમને ગમી ગયો તેથી મૂઈજ્જુ જીતી ગયેલા.