વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટે જે મહાનુભાવોને આમંત્રણ આપવામાં આવ્યું છે તેમાં ઇસ્ટ તિમોર-લેસ્ટેના પ્રેસિડેન્ટ જોસ-રામોસ હોરતાનો પણ સમાવેશ થાય છે. તિમોર-લેસ્ટે કે જે ઇસ્ટ તિમોર તરીકે પણ ઓળખાય છે તેનો વિસ્તાર માત્ર 14874 સ્કવેર કિલોમીટર છે અને તેની વસતી માત્ર 13.40 લાખ છે. આ દેશના પશ્ચિમ ભાગનો વહિવટ ઇન્ડોનેશિયા સંભાળે છે અને દક્ષિણમાં તેના પડોશમાં ઓસ્ટ્રેલિયા છે.
#WATCH | Gujarat: East Timor’s President Jose Ramos-Horta arrives at Ahmedabad airport; received by Gujarat CM Bhupendra Patel pic.twitter.com/JwAgMrZQho
— ANI (@ANI) January 8, 2024
આ દેશ વ્યૂહાત્મક રીતે ભારત માટે ખૂબ જ મહત્ત્વનું સ્થાન ધરાવે છે અને જેના કારણે તેમને વાઇબ્રન્ટ સમિટમાં ઉપસ્થિત રહેવા ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે. ઇસ્ટ તિમોરના પ્રેસિડેન્ટને 1996માં સંયુક્ત રીતે નોબલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઇસ્ટ તિમોરના ઘર્ષણના શાંતિપૂર્વક ઉકેલ માટે તેમને નોબલ શાંતિ પુરસ્કાર અપાયો હતો.
આજે ત્રણ દેશના રાષ્ટ્ર પ્રમુખ પણ અમદાવાદ આવશે
અમદાવાદ એરપોર્ટમાં વાઇબ્રન્ટ સમિટને પગલે વીવીઆઇપી મુસાફરોનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. મંગળવારે મોઝામ્બિકના પ્રેસિડેન્ટ ફિલિપ ન્યૂસી, યુએઇના પ્રેસિડેન્ટ મોહમ્મદ બિન ઝાયેદ, ચેક રિપબ્લિકના પીટર ફિયાલા અમદાવાદમાં આગમન કરશે. વડાપ્રધાન મોદી મંગળવારે તિમોર લેસ્ટેના પ્રેસિડેન્ટ, બુધવારે ચેક રિપબ્લિકના વડાપ્રધાન સાથે બેઠક યોજે તેવી સંભાવના છે.