Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026

ગઢુલા ગામે જરૂરિયાતમંદ પરિવારોને અનાજ કરિયાણાનું વિતરણ કરવામાં આવ્યું

ગઢુલા ગામે જરૂરિયાતમંદ પરિવારોને અનાજ કરિયાણાનું વિતરણ કરવામાં આવ્યું

ભાજપ પ્રદેશ અગ્રણી રઘુભાઈ આહીર દ્વારા ગઢુલા ગામે જરૂરિયાતમંદ પરિવારોને અગ્રણીઓની ઉપસ્થિતિમાં અનાજ કરિયાણાનું વિતરણ કરવામાં આવ્યું છે.

સિહોર તાલુકાનાં ગઢુલા ગામે ગરીબ જરૂરિયાતમંદ પરિવારોને લગભગ ૧૯ વર્ષથી સહાયક બની રહેલાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પક્ષના મંત્રી રઘુભાઈ આહિર દ્વારા રાજ્યનાં પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, મૂળજીભાઈ મિયાંણી સહિત અગ્રણીઓની ઉપસ્થિતિમાં અનાજ કરિયાણા સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું છે.

ભાજપ પ્રદેશ અગ્રણી અને દાતા રઘુભાઈ આહિર જુદા જુદા વિસ્તારોમાં વિવિધ સેવા સંસ્થા અને સામાજિક પ્રવૃત્તિઓમાં સહાયક બનતા રહ્યા છે, ગઢુલા ગામનાં કાર્યકર્તાઓનાં સંકલન સાથે આ વિતરણ ગોઠવાયેલ. આ સખાવતને ગ્રામજનોએ બિરદાવી છે.

 

 

 

 

રિપોર્ટર-મૂકેશ પંડિત(ભાવનગર)

 

 

 

Filed under Bhavnagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.