ભાજપ શહેર કાર્યાલયે ૧૨૫ થી પણ વધુ કોંગ્રેસ ના કાર્યકરો તેમજ આપ ના કાર્યકરો દ્વારા ભાજપ શહેર પ્રમુખ અભયસીંહ ચૌહાણ ના હાથે ખેસ પેહરી કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા હતા .
ચૂંટણી ના દિવસો જેમ નજીક આવતા જાય છે તેમ ગુજરાત ની દરેક સીટ ઉપર નવા નવા સ્ટંટ ઉભા થઈ રહ્યા છે .
ભાવનગર શહેરમાં રાજ્ય સભા સાંસદ શકિતસિંહ ગોહિલ આવીને ગયા ને બીજા દિવસે મોટી સંખ્યા માં કોંગ્રેસ તેમજ આપના કાર્યકરોએ ભાજપ શહેર પ્રમુખ અભયસિંહ ચૌહાણ ના હાથે ખેસ પેહરયો હતો.
શહેર કાર્યાલય હોલમા ખેસ પેહરવા માટે લાઈન લાગી હતી , ભાજપ લોકસભા સીટ ના ઉમેદવાર નીમુબેન બાંભણિયા હાજર રહ્યા હતા અને મહિલા કાર્યકર્તાઓ ને નીમૂબેને ખેસ પેહરાવ્યો હતો .
આ પ્રસંગે શહેર સંગઠનના અધિકારીઓ , પદાધીકારીઓ હાજર રહ્યા હતા .
બાઈટ : અભયસિંહ ચૌહાણ , શહેર પ્રમુખ ભાજપ












