Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 24°C

ભાવનગર દરજી સમાજ યુવા ગ્રુપ ઘોઘા રોડ દ્વારા વિધાર્થીઓ નો ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો

ભાવનગર દરજી સમાજ યુવા ગ્રુપ ઘોઘા રોડ દ્વારા વિધાર્થીઓ નો ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો

જી.કે.પરીખ હોલ ખાતે ભાવનગર દરજી સમાજ યુવા ગ્રુપ ઘોઘા રોડ દ્વારા ઈનામ વિતરણ કાર્યક્રમમાં ૪૦૦ જેટલા વિદ્યાર્થીઓ નો ઈનામ આપવામાં આવ્યા જેમાં ધોરણ ૧૨ સમાન્ય પ્રવાહમાં ૯૯.૯૯ પી.આર સાથે તનીષ્કા દેસાઈ , ધોરણ ૧૦માં ૯૯.૯૯ પીઆર સાથે ઉતીર્ણ થયેલ નંદિની મકવાણા અને રાજ્ય કક્ષાએ લેવાતી પ્રખરતા શોધ કસોટીમાં પ્રથમ આવેલ યુગ વાઘેલા નું સમાજ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું .

દરજી સમાજ યુવા ગ્રુપના પ્રમુખ મનસુખભાઈ વાઘેલાએ જણાવાયું કે સમાજના દીકરા દીકરી ને શિક્ષણ માટે વધુ રુચિ વધે અને તેઓ જીવનમાં વધુ સફળ થાય તે માટે પ્રયાસો કરવામાં આવે છે , વિદ્યાર્થીઓ ની સાથે વાલીઓ ને પણ પોતાના બાળકો ને ઉચ્ચ અભ્યાસ માટે પ્રેરે તેવા હેતુથી આ ઈનામ વિતરણ નું આયોજન કરેલ છે .

આ કાર્યક્રમ ને સફળ બનાવવા પ્રમુખ મનસુખભાઈ વાઘેલા , ઉપપ્રમુખ શરદભાઈ વાઢેર , મંત્રી અજયભાઈ ગોહેલ , સહ મંત્રી ગીરીશભાઈ ગોહેલ દ્વારા ભારે જેહમત ઉઠાવી હતી .

બાઈટ : મનસુખભાઈ વાઘેલા પ્રમુખ ભાવનગર દરજી સમાજ યુવા ગ્રુપ ઘોઘા રોડ

રિપોર્ટ: સિદ્ધાર્થ ગોઘારી( ભાવનગર)

 

 

Filed under Bhavnagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.