ડોસવાડા ડેમ તેની ભયજનક સપાટી વટાવીને બે થી ત્રણ ફૂટ ઉપરથી પાણી વહી રહ્યું છે…
ડોસવાડા ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે…
ડેમ ઓવરફ્લો થતાં કાંઠા વિસ્તારના કિનારેના આઠ થી દસ ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે .
નીચાણ વાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા માટે પ્રશાસન દ્વારા અપીલ આપવામાં આવી છે..
ડેમ ઓવરફ્લો થતાં તેનો સુંદર નજારો જોવા માટે પ્રવાસીઓનો પણ ઘસારો જોવા મળી રહ્યો છે..
કોઈપણ પ્રકારની દુર્ઘટના ન સર્જાય તે માટે વહીવટી પ્રશાસન દ્વારા પોલીસ જવાનોને ડેમ ઉપર તેનાત કરવામાં આવ્યા છે..