Skip to content
રવિવાર, નવેમ્બર 22, 2026 Ahmedabad 31°C

તાપીના સોનગઢમાં મુસ્લિમ પાડોશીઓના ત્રાસથી હિંદુ યુવકે જીવન ટૂંકાવ્યું, સલીમ સહિત 6 સામે ગુનો દાખલ

તાપી જિલ્લાના સોનગઢમાં એક હિંદુ યુવકે મુસ્લિમ પાડોશીઓના ત્રાસથી જીવન ટૂંકાવી લીધું છે. 23 ઑક્ટોબરે વહેલી સવારે યુવકે પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

તાપીના સોનગઢમાં મુસ્લિમ પાડોશીઓના ત્રાસથી હિંદુ યુવકે જીવન ટૂંકાવ્યું, સલીમ સહિત 6 સામે ગુનો દાખલ

તાપી જિલ્લાના સોનગઢમાંથી એક અત્યંત દુઃખદ અને ચકચારી મામલો સામે આવ્યો છે. સોનગઢના જૂના મુસ્લિમ ફળિયા વિસ્તારમાં રહેતા દીપક નાયર નામના 23 વર્ષીય હિન્દુ યુવકે મુસ્લિમ પાડોશીઓના ત્રાસથી કંટાળીને પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટના 23 ઑક્ટોબરના રોજ વહેલી સવારે બની હતી. મૃતક યુવકે આત્મહત્યા કરતા પહેલા એક ઓડિયો ક્લિપ રેકોર્ડ કરી સ્થાનિક ગ્રુપમાં વાયરલ કરી હતી, જેમાં સમગ્ર મામલો સામે આવ્યો છે. આ મામલે પોલીસે મૃતકની માતાની ફરિયાદના આધારે સલીમ મુલ્લા સહિત 6 આરોપીઓ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જમીન પડાવી લેવા માટે માનસિક ત્રાસ અને ધમકીઓ

પ્રાપ્ત માહિતી અનુસાર, સોનગઢના જૂના મુસ્લિમ ફળિયા વિસ્તારમાં રહેતા દીપક નાયરના મકાનને હડપ કરવા અથવા જમીન પડાવી લેવા માટે પાડોશીઓ દ્વારા સતત દબાણ અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. મૃતકે પોતાના અંતિમ ઓડિયો સંદેશમાં જણાવ્યું હતું કે, આ બધું કારસ્તાન તેમની જમીન લેવા માટે કરવામાં આવી રહ્યું છે. ઓડિયોમાં સલીમ મુલ્લો, તેનો પુત્ર ઈમ્તિયાઝ શેખ અને રિયાઝ શેખના નામ સામે આવ્યા છે. યુવકે પોતાના પરિવારને ન્યાય અપાવવા માટે આડકતરી રીતે અપીલ કરી હતી. પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે અગાઉ પણ મૃતકને મારી નાખવાની અને જીવતો સળગાવી દેવાની ધમકીઓ આપવામાં આવી હતી.

પોલીસે 6 આરોપીઓ સામે નોંધી ગુનાહિત ફરિયાદ

દીપકની માતાની ગંભીર ફરિયાદના આધારે સોનગઢ પોલીસે સલીમ મુલ્લા, વસીમ, રિયાઝ શેખ, ઈમ્તિયાઝ શેખ, શબ્બીર પઠાણ અને બિપીનભાઈ ગામિત વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. આમાંથી એક આરોપી બિપીનભાઈ ગામિત મૃતકના દાદાની બીજી પત્નીના પરિવાર સાથે સંકળાયેલ છે, જેણે મિલકતમાં ભાગ મેળવવા માટે અગાઉ પ્રયાસ કર્યો હતો. જિલ્લા પોલીસ વડાના જણાવ્યાનુસાર, શરૂઆતમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું, પરંતુ વાયરલ થયેલી ઓડિયો ક્લિપ અને સુસાઈડ નોટ જેવા મહત્વના પુરાવાઓ હાથ લાગ્યા બાદ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ આત્મહત્યા દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ પોલીસ દ્વારા આરોપીઓની સઘન પૂછપરછ અને શોધખોળ ચાલી રહી છે.

પોલીસ અધિકારી અનુસાર આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 108 અને 54 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને હાલ આગળની તપાસ ચાલી રહી છે. તેમણે જણાવ્યું કે ફરિયાદ અનુસાર મૃતકના મકાનની બાજુમાં જ રહેતા આરોપીઓ માનસિક દબાણ લાવી ત્રાસ આપતા હતા અને ધાકધમકીઓ આપતા હતા, જેના કારણે યુવકે આ પગલું ભર્યું છે.

અગાઉ પંડાલો પર વિવાદ અને પથ્થરમારાની ઘટના પણ આવી હતી સામે

આ ઘટના પાછળ સ્થાનિક તણાવ પણ જવાબદાર હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તાજેતરમાં જ સોનગઢના આ જ જૂના મુસ્લિમ ફળિયા વિસ્તારમાં એક હિન્દુ યુવકના ઘર પર પથ્થરમારો થયાની ઘટના બની હતી. સોશિયલ મીડિયા પર ગરબા પંડાલને લઈને થયેલી એક ટિપ્પણી બાદ મામલો બિચક્યો હતો. પોલીસે અગાઉ આ મામલે સમજાવટ કરી હતી, પરંતુ ત્યારબાદ મસ્જિદ પાસેથી એક મોટું ટોળું ધસી આવીને પથ્થરમારો કર્યો હોવાના આરોપો લાગ્યા હતા. જૂના મુસ્લિમ ફળિયા વિસ્તાર મુસ્લિમ બહુલ હોવાથી ત્યાં ગણતરીના જ હિન્દુ પરિવારો રહે છે, જેના કારણે આ વિસ્તારમાં સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાને લઈને સ્થાનિકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

Filed under Tapi Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.