Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 31°C

વ્યારા નગર સ્થિત ડો.બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી નિમિત્તે મહિલા રોજગાર મેળો યોજાયો.

વ્યારા નગર સ્થિત ડો.બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી નિમિત્તે મહિલા રોજગાર મેળો યોજાયો.

સમગ્ર ગુજરાત રાજયમાં ૧ થી ૮ ઓગસ્ટ દરમિયાન નારી વંદન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે તાપી તાપી જિલ્લામાં ઉત્સવના ત્રીજા દિવસે તાપી જિલ્લાની મહિલાઓ-દિકરીઓ આત્મનિર્ભર બને તે માટે વ્યારા નગર સ્થિત ડો.બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી નિમિત્તે મહિલા રોજગાર મેળો યોજાયો હતો.

આ પ્રસંગે ઇંચા જિલ્લા વિકાસ અધિકારી અને ડીઆરડીએ ડાઇરેક્ટર ખ્યાતી પટેલ પ્રાસંગિક ઉદ્બોધન કરતા ઉપસ્થિત સૌ બહેનોને જણાવ્યું હતુ કે મહિલાઓએ જીવનમાં ક્યારેય નાસીપાસ થવુ નહી,મહિલાઓએ દરેક પરીસ્થિતિમાં લડવું જોઇએ.દેશના વિકાસમાં આજે સૌથી મોટો ફાળો મહિલાઓને છે એમ જણાવી તમામ મહિલાઓને આત્મનિર્ભર બનવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

મહિલા અને બાલ અદિકારી સુલોચના પટેલ સૌને કાર્યક્રમમાં આવકારી લેતા નારી વંદન ઉત્સવની ઉજવણીના મહત્વ અને મહિલા લક્ષી વિવિધ યોજનાઓ વિશે સમજ પુરી પાડી હતી.

આ સમગ્ર કાર્યક્રમ મહિલા આર્થિક વિકાસ નિગમ લિ. ગાંધીનગર અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા જિલ્લા રોજગાર કચેરી, તાપી ના સંયુકત ઉપક્રમે યોજાયો હતો.જેમાં વિવિધ ૭ કંપનીઓમાં ૨૩૦ જેટલી વેકેન્સીઓ સાથે આ ભરતી મેળામાં હાજર રહ્યા હતા. જેમાં ૧૦૦ થી વધુ બહેનોની વિવિધ કંપનીમાં પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી.

આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ સમિતીના અધ્યક્ષ તૃપ્તીબેન પટેલ, જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ મધુબેન ગામીત, રોજગાર કચેરી, જિલ્લા ઉદ્યોગ કચેરી અને આરસેટી માથી પધારેલા પ્રતિનિધિઓએ મહિલા અને બાળ વિભાગના અધિકારી કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં રોજગારવાંચ્છુક બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

રીપોર્ટર :- વિકાસ શાહ(તાપી)

Filed under Tapi Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.