પીએમ મોદીએ આઝાદી દિવસના અવસરે દિલ્હીમાં ઓલિમ્પિક મેડલિસ્ટ્સ સાથેની મુલાકાતની ડિટેલ્સ શેર કરી છે. ઓલિમ્પિક મેડલિસ્ટ્સ સાથેની વાતચીતમાં પીએમ મોદીએ વિનેશ ફોગાટને દેશની બહાદુર દીકરી ગણાવી હતી. પીએમ મોદીએ ટ્વિટ કરતાં કહ્યું કે ભારતીય ખેલાડીઓએ પેરિસ ઓલિમ્પિકમાં તેમનું અસાધારણ પ્રદર્શન કરી દેખાડ્યું. દરેક ખેલાડીએ પોતાનું 100 ટકા આપ્યું છે. સમગ્ર દેશને તેમની સિદ્ધીઓ પર ગર્વ છે.
#WATCH | PM Narendra Modi interacted with PR Sreejesh, who played the final match of his career at the Bronze-winning Hockey match at the Paris Olympics, during his interaction with the Indian Olympic contingent at his residence. pic.twitter.com/of12RIQLuj
— ANI (@ANI) August 16, 2024
ભારતની સ્ટાર રેસલર વિનેશ ફોગાટે સિલ્વર મેડલ ન મળવા પર પ્રતિક્રિયા આપી છે. સિલ્વર મેડલ માટેની અપીલ હારી ગયા બાદ વિનેશે ઈન્સ્ટાગ્રામ પર પોતાની એક તસવીર શેર કરી છે અને કહ્યું કે મેં ભગવાનનું શું બગાડ્યું છે. વિનેશે શેર કરેલી તસવીરમાં પોતે નિરાશામાં જમીન પર પડેલી જોઈ શકાય છે. વિનેશની આ તસવીર જોઈને લાખો ભારતીયોના દિલ તૂટી ગયા. આ તસવીરે જ વિનેશને દુખ-દર્દ છતું કરી દીધું છે.
ભારતની પહેલવાન વિનેશ ફોગાટ અને દેશની આશા પર પાણી ફરી વળ્યું છે. અનેક દિવસોની દુખભરી પ્રતિક્ષા બાદ આખરે કોર્ટ ઓફ આર્બિટ્રેશને વિનેશ ફોગાટને સિલ્વર મેડલ આપવાની ના પાડી દીધી છે. કોર્ટે વિનેશની અપીલ ફગાવી દીધી છે. બે વાર સિલ્વર મેડલનો ચુકાદો લટકાવી રાખ્યાં બાદ કોર્ટ ઓફ આર્બિટ્રેશને આખરે ત્રીજી વારમાં ફાઈનલ ચુકાદો જાહેર કરીને સિલ્વર મેડલની દેશની આશા પર પાણી ફેરવી દીધું હતું. વિનેશ માટે હવે કોઈ આરો નથી.
વિનેશ ફોગાટની કુસ્તીમાંથી અલવિદા
7 ઓગસ્ટના રોજ પેરિસ ઓલિમ્પિકમાં 50 કિગ્રા ફ્રી સ્ટાઇલ કુસ્તીની ફાઇનલ રમાઇ હતી. આ પછી બીજા દિવસે વિનેશ ફોગાટે કુસ્તીમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ માહિતી આપી હતી. વિનેશ ફોગાટે કહ્યું કે મા કુશ્તી મારાથી જીતી હતી. હું હારી છું. મને માફ કરજો, તમારું સપનું, મારી હિંમત બધું તૂટી ગયું છે. મારી પાસે હવે આનાથી વધુ તાકાત નથી. ગુડબાય રેસલિંગ 2001-2024.