આસામ માં મુસ્લિમો ના લગ્ન અને છૂટાછેડા ને લઈને ટૂંક સમયમાં ઘણું બદલાવા જઈ રહ્યું છે. આસામની ભાજપ સરકાર આ અંગે વિધાનસભામાં બિલ રજૂ કરશે. આ બિલની રજૂઆત સાથે, મુસ્લિમ લગ્નની નોંધણી કાઝીઓ દ્વારા કરવામાં આવશે નહીં, પરંતુ સરકાર સમક્ષ નોંધણી કરવામાં આવશે.
મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાની સરકાર મુસ્લિમ લોકોના લગ્ન અને છૂટાછેડાની ફરજિયાત સરકારી નોંધણી માટે વિધાનસભાના આગામી સત્રમાં એક બિલ રજૂ કરશે. સરમાએ કેબિનેટની બેઠક બાદ મીડિયાને જણાવ્યું કે સરકાર આગામી સત્ર દરમિયાન આસામ મુસ્લિમ લગ્ન ફરજિયાત નોંધણી અને છૂટાછેડા બિલ, 2024 રજૂ કરશે . આજથી આ સત્ર શરૂ થયું છે.
Assam CM Himanta Biswa Sarma tweets, "Today the Assam Cabinet has approved the Muslim Marriage Registration Bill 2024. It has two special provisions: Now the registration of Muslim marriages will be done by the government and not by the Qazi. Registration of child marriage shall… pic.twitter.com/elP3FlIJID
— ANI (@ANI) August 21, 2024
વિપક્ષ કરી શકે છે વિરોધ
સાથે જ વિપક્ષ આ બિલનો વિરોધ કરવા તૈયાર છે. એઆઈયુડીએફના નેતા રફીકુલ ઈસ્લામે કહ્યું કે હાલનો મુસ્લિમ મેરેજ એક્ટ સંપૂર્ણ રીતે કામ કરી રહ્યો છે, મુખ્યમંત્રી માત્ર હિન્દુ મુસ્લિમ રાજકારણ કરવા માંગે છે. મુસ્લિમોને નિશાન બનાવવાને બદલે મુસ્લિમોના કલ્યાણ માટે કામ કરવું જોઈએ. જો વિધાનસભામાં વટહુકમ કે બિલ લાવવામાં આવશે તો અમે વિરોધ કરીશું.
મુખ્યમંત્રી સરમાએ કહ્યું કે અગાઉ મુસ્લિમ નિકાહની નોંધણી કાઝીઓ દ્વારા કરવામાં આવતી હતી, પરંતુ આ નવું બિલ એ સુનિશ્ચિત કરશે કે સમુદાયમાં થતા તમામ લગ્ન સરકારમાં નોંધવામાં આવશે. સરમાએ એવો પણ દાવો કર્યો હતો કે અગાઉ સગીરોના લગ્ન પણ કાઝી દ્વારા રજીસ્ટર કરવામાં આવ્યા હતા, પરંતુ પ્રસ્તાવિત બિલ આવા કોઈપણ પગલા પર પ્રતિબંધ મૂકશે. કેબિનેટના નિર્ણયોને ટાંકીને તેમણે કહ્યું કે હવે સગીર વયના લગ્નનું રજિસ્ટ્રેશન બિલકુલ નહીં થાય. અમે બાળ લગ્નની દુષ્ટ પ્રથાને ખતમ કરવા માંગીએ છીએ. તેથી લગ્નની નોંધણી સબ રજીસ્ટ્રાર કચેરી ખાતે કરવામાં આવશે.