નડિયાદ તાલુકાનાં નાનાવગા માધ્યમિક અને પ્રાથમિક શાળા ખાતે “આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ”ની ઉજવણી કરવામાં આવી. જેમાં શાળાનાં બાળકોને શિક્ષણ, કન્યા કેળવણી અને મહિલાલક્ષી યોજનાઓ સહિતની બાબતોની સમજ આપવામાં આવી. સાથે જ ચિત્ર સ્પર્ધા અને વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરી વિજેતાઓને પર્સ અને બેટી બચાવો બેટી પઢાવોની ટીશર્ટનું વિતરણ કરવામાં આવ્યુ.
આ કાર્યક્રમમાં દહેજ પ્રતિબંધક અધિકારી સોનલબેન પટેલ, જેન્ડર સ્પેશીયાલીસ્ટ સંકેતકુમાર રાજન, બીનલબેન પરમાર, શાળાના આચાર્ય સહિત શિક્ષકો, બાળકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.