મણિપુરમાં ફરી એકવાર સ્થિતિ ખરાબ થઈ છે અને આખા રાજ્યમાં ઈન્ટરનેટ સેવાઓ પાંચ દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે. આટલું જ નહીં ત્રણ જિલ્લામાં કર્ફ્યુ પણ લાદવામાં આવ્યો છે. સાથે જ કેન્દ્રએ મણિપુરમાં બે નવી CRPF બટાલિયનની તૈનાત કરવાનો નિર્દેશ આપ્યો છે, જેમાં લગભગ 2,000 જવાનો હશે.
મણિપુરમાં હિંસા અને વિદ્યાર્થીઓના પ્રદર્શનની વધતી ઘટનાઓને જોતા રાજધાની ઈમ્ફાલ સહિત ત્રણ જિલ્લામાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. જાણીતું છે કે કાયદો અને વ્યવસ્થાને લઈને વિદ્યાર્થીઓએ મંગળવારે રાજભવન તરફ કૂચ કરી હતી, જ્યાં વિદ્યાર્થીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં 50થી વધુ વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા.
Government of Manipur temporarily suspends internet and mobile data in the state for five days from 3 pm today till 3 pm on 15th September. pic.twitter.com/nWQbR1heMX
— ANI (@ANI) September 10, 2024
એ સમયે વિદ્યાર્થીઓએ સુરક્ષા દળો પર પથ્થરમારો કર્યો હતો. આ પછી પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા હતા, જે બાદ કેન્દ્રએ વધુ 2,000 CRPF જવાનોને મણિપુર મોકલવાનો નિર્ણય લીધો છે. વિરોધને જોતા, ઇમ્ફાલ પૂર્વ અને ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં અનિશ્ચિત સમય માટે કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.