ગણપતિને વિઘ્નહર્તા તરીકે પૂજવામાં આવે છે જે દરેક દુઃખને અને પડકારોને પહોંચી વળવાની શક્તિ આપે છે.
નાના બાળકોને ગણપતિ ખૂબ વ્હાલા હોય છે અને પોતાની અંદર એક ધર્મ પ્રત્યે આદર્શ જગાડવાનો ઉદ્દેશ્ય ધરાવીએ એવી ભક્તિ ભાવથી શાળાના વિદ્યાર્થીઓએ ગામના વિવિધ ગણપતિના પંડાલોની મુલાકાત લઈ ગણેશજીના દર્શન કર્યા હતા.
શાળાના વિદ્યાર્થીઓ શ્રી બજાર ફળિયા ગણેશ મંડળ ના ગણપતિ ના પંડાલે પહોંચી બજારના રાજા ગણેશજીના દર્શન કર્યા હતા અને બજારના રાજા ને હીચકા પર ઝુલાવી ધન્યતા અનુભવી હતી.
નાના નાના બાળકો એ ગણપતિના દર્શન કર્યા બાદ ગણપતિ બાપ્પા મોર્યાના નારા બોલાવી એક ભક્તિમય વાતાવરણ ઊભું થયું હતું.
દર્શન કર્યા બાદ વિદ્યાર્થીઓને શ્રી બજાર ફળિયા ગણેશ મંડળના સભ્યો અને વડીલો દ્વારા ચોકોલેટ, નોટબુક, પેન્સિલ અને રબરની એક કીટ પ્રસાદ સ્વરૂપે ભેટ આપવામાં આવી હતી.