5 ઓકટોબરે યોજાનારી હરિયાણા વિધાનસભા ચૂંટણી પ્રચાર માટે કુરુક્ષેત્ર આવેલા પીએમ મોદીએ અનામતને લઈને મોટી વાત કરી છે. કુરુક્ષેત્રમાં એક મોટી ચૂંટણી રેલીને સંબોધિત કરતાં પીએમ મોદીએ કહ્યું કે જ્યાં સુધી કેન્દ્રમાં મોદી છે ત્યાં સુધી અનામતમાં રત્તી ભાર પણ ફર્ક નહીં પડે. કોંગ્રેસ પર હુમલો કરતાં તેમણે કહ્યું કે ભારતમાં જો કોઈ દલિતો, ઓબીસી અને આદિવાસીઓનો સૌથી મોટો વિરોધી છે તો તે કોંગ્રેસ પરિવાર છે. હવે આ લોકોએ કહ્યું છે કે જો તેઓ સરકારમાં આવશે તો તેઓ દલિતો અને પછાત વર્ગોનું અનામત ખતમ કરી દેશે. આ પરિવારનું સત્ય છે.
#WATCH | Kurukshetra, Haryana: PM Narendra Modi says, "Appeasement is the biggest goal for Congress. Today the situation has become such that even Ganpati is being put behind bars in the Congress-ruled state of Karnataka. The whole country is celebrating Ganesh Utsav today and… pic.twitter.com/uQB2R0cJc4
— NewsMobile (@NewsMobileIndia) September 14, 2024
કોંગ્રેસ પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે કર્મચારી હિતકારી ભાજપ સરકાર નવી પેન્શન યોજના લાવી છે. આમાં કર્મચારીઓ માટે નિશ્ચિત પેન્શનની ખાતરી આપવામાં આવે છે. આ નવી પેન્શન યોજનાનું વ્યાપક સ્વાગત કરવામાં આવ્યું છે, સરકારી કર્મચારીઓએ તેના પર ખુશી વ્યક્ત કરી છે. કોંગ્રેસે માત્ર ખેડૂતો સાથે જ નહીં પરંતુ હંમેશા દેશની રક્ષા કરનારા જવાનો સાથે પણ દગો કર્યો છે. ભાજપ સરકારે જ ભૂતપૂર્વ સૈનિકો માટે વન રેન્ક વન પેન્શન લાગુ કર્યું છે.
ભાજપ સરકારે ખેડૂતોનો બોજ પોતાના માથે લેવાના પ્રયાસો કર્યા
આ લોકો MSP ને લઈને કેટલો અવાજ ઉઠાવે છે, જ્યારે આપણું હરિયાણા દેશનું એકમાત્ર રાજ્ય છે જે MSP પર 24 પાક ખરીદે છે. હું કોંગ્રેસના લોકોને પૂછું છું કે તેઓ કર્ણાટક અને તેલંગાણામાં MSP પર કેટલા પાક ખરીદે છે? ત્યાંના ખેડૂતોને કેટલી MSP આપવામાં આવે છે? ભાજપની કેન્દ્ર સરકારે ખેડૂતનો બોજ પોતાના માથે લેવા અનેક પ્રયાસો કર્યા છે.
રાહુલ ગાંધી પર પ્રહાર
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે કોંગ્રેસ 8500 રૂપિયા આપવા અંગે ખોટું બોલે છે. લોકો 1 જુલાઈના રોજ પૈસા માટે લાઈનમાં ઉભા હતા, પરંતુ તેમને જે મળ્યું તે છેતરપિંડી હતું. પીએમ મોદીએ કોંગ્રેસને છેતરામણી અને ખોટા વચનો આપતી પાર્ટી ગણાવી હતી.
પીએમ મોદીએ કેમ સ્થિતિ કરી સ્પસ્ટ?
હકીકતમાં છેલ્લાં ઘણા સમયથી એવી અફવા ઉડી હતી સરકાર અનામતને નાબૂદ કરી શકે છે જે પછી પીએમ મોદીએ આ મુદ્દે કેન્દ્રની સ્થિતિ સ્પસ્ટ કરી હતી અને તેમના નિવેદનથી હવે લાગી રહ્યું છે પહેલાથી જેમ જ અનામત મળતું રહેશે તેમાં કોઈ ફેરફાર નહીં થાય.